આપને વધુ એક ઝટકો! વિજય સુવાળા બાદ આ દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામું…
ગુજરાતમાં શાસક પક્ષ સામે જબરદસ્ત વિરોધ કરતી આમ આદમી પાર્ટી છેલ્લા ઘણા સમયથી દબદબો બનાવી રહી છે. ઘણા દિગ્ગજ નેતાઓ આમ આદમી પાર્ટીમાં સત્યનું સૂચન કરવા માટે જોડાયા હતા. સુરત કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 27 સીટો મેળવીને જબરદસ્ત પ્રભુત્વ જમાવ્યું હતું.
છેલ્લા એક વર્ષમાં આમ આદમી પાર્ટીમાં પ્રવિણ રામ, ઇસુદાન ગઢવી, મહેશ સવાણી, વિજય સુવાળા જેવા દિગ્ગજ નેતાઓ જોડાયા હતા. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની મીટીંગ હોય કે પેપર લીક કાંડ મામલો આવી ઘટનાઓમાં જબરદસ્ત વિરોધ કરીને સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ ધાક જમાવી હતી.
તાજેતરમાં જ ગુજરાતના જાણીતા ગાયક કલાકાર વિજય સુવાળાએ આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા છે. ગુજરાતના આમ આદમી પાર્ટીના ઉપ પ્રમુખ વિજય સુવાળાને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ભાજપનો ખેસ પહેરાવીને ભાજપમાં પ્રવેશ અપાવ્યો હતો. આ ઉપરાંત એક જ દિવસમાં આ પાર્ટીને બીજો એક મોટો ફટકો લાગ્યો છે.
ગુજરાતમાં આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો પડ્યો છે. સુરતના ઉદ્યોગપતિ અને સમાજસેવક મહેશ સવાણીએ આમ આદમી પાર્ટીમાંથી અચાનક રાજીનામું આપ્યું છે. મહેશ સવાણી થોડી જ વારમાં મીડિયા સમક્ષ જાહેરાત કરશે. હજારો દીકરીઓના પાલક પિતા મહેશ સવાણીએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે.
વિજય સુવાળાની ભાજપમાં એન્ટ્રી થતાની સાથે જ મહેશ સવાણીએ ગોળ ગોળ જવાબ આપ્યો હતો. જ્યારે મહેશ સવાણીને પૂછવામાં આવ્યું કે ભવિષ્યમાં તમને મોકો આપશો તમે ભાજપમાં જોડાશો. ત્યારે મહેશ સવાણીએ ફક્ત હસી આપીને તેનો જવાબ આપ્યો હતો. આપના નેતા મહેશ સવાણીનું નિવેદન ત્યારે ક્લિયર જણાતું નહોતું. આ પરથી અંદાજ આવી શકે છે કે મહેશ સવાણી ભાજપ સાથે જોડાઈ શકે છે.
આમ આદમી પાર્ટીના નેતા મહેશ સવાણીએ રાજીનામું આપ્યા બાદ સ્પષ્ટ કર્યું નથી કે તેઓ કઇ પાર્ટીમાં જોડાશે પરંતુ તેઓ રાજકારણમાંથી સન્યાસ પણ લઇ શકે છે. આ ઉપરાંત જયારે તેને પૂછવામાં આવ્યું કે તમે શા માટે રાજીનામું આપો છો ત્યારે તેમણે કહ્યું કે હું સમાજ સેવા કરવા માટે રાજનીતિ છોડી રહ્યો છું.