મોદીનો માસ્ટર સ્ટ્રોક, મોદીના રાજમાં પહેલીવાર સૌરાષ્ટ્રનો ડંકો…
મોદીએ માર્યો માસ્ટર સ્ટ્રોક, મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રના બે મંત્રીઓને કેબિનેટમાં સ્થાન આપી અને સાંસદને રાજ્યકક્ષાનું મંત્રી પદ આપી પટેલ સમાજને વિચારવા પર મજબૂર કરી દીધો છે. મોદી સરકાર દ્વારા આગામી ચૂંટણીને લઇ જ્ઞાતિ અને ઝોનનાં સમીકરણોને પણ ધ્યાનમાં રખાયાં છે.
મોદીના મંત્રીમંડળમાં સીએમ સહિત કેન્દ્ર અને ગુજરાતના મળીને સૌરાષ્ટ્રના 12 મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે. ગુજરાત અને કેન્દ્રની રાજનીતિની વાત કરીએ તો બંનેમાં હંમેશા સૌરાષ્ટ્રનો દબદબો રહ્યો છે. સૌરાષ્ટ્રના અનેક નેતાઓ કેન્દ્ર અને ગુજરાતના રાજકારણમાં મહત્વપૂર્ણ પદ પર રહી ચૂક્યા છે.
કેન્દ્ર હંમેશા સૌરાષ્ટ્રનો સિંહ ફાળો રહ્યો છે. તાજેતરમાં જ મોદી સરકાર દ્વારા તેના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્રએ ડંકો વગાડ્યો છે. આ મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રના બે નેતા માંડવીયા અને રૂપાલાને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ડો.મહેશ મુંજપરા અને રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે.
હાલની વાત કરીએ તો કેન્દ્ર અને ગુજરાત મળીને સૌરાષ્ટ્રના 12 નેતાઓ મુખ્યમંત્રી અને મંત્રીના પદે છે. આગામી ચૂંટણીને લઇ જ્ઞાતિ અને ઝોનનાં સમીકરણોને પણ ધ્યાનમાં રાખી મોદી સરકાર દ્વારા માસ્ટર સ્ટ્રોક મારવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રના પાટીદાર નેતાઓને દિલ્હીમાં કેબિનેટ મંત્રી બનાવી પટેલ સમાજને વિચારવા પર મજબૂર કરી દીધો છે.
પીએમ મોદીએ આંતરિક ખટરાગ શાંત કરવા માટે મંત્રીમંડળના વિસ્તરણમાં જ્ઞાતિ અને ઝોનનાં સમીકરણોને પણ ધ્યાનમાં રખાયાં છે. એક સમયે ગુજરાતના સીએમ પદ માટે મનસુખ માંડવિયાનું નામ ઉછળ્યું હતું. પરંતુ હવે દિલ્હીમાં તેમને કેબિનેટ મંત્રી તરીકે સ્થાન મળતા તે એક મોટા ચહેરા તરીકે ઉભરી આવ્યા છે.
આમ મોદી સરકાર દ્વારા એક માસ્ટર સ્ટ્રોક રમવામાં આવ્યો છે. જો ભાજપમાં આંતરિક ખટપટ થશે તો મોદી પાસે રૂપાલા અને માંડવિયા તરીકે બે ચહેરાઓ તૈયાર છે. તે કહેવું કંઈ ખોટું નથી. તાજેતરમાં જ પીએમ મોદીએ સૌરાષ્ટ્રના બે નેતાઓને પ્રમોટ કર્યા છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરના સાંસદ ડો.મહેન્દ્ર મુંજપરાને રાજયકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે.