પાટીદાર સમાજની નારાજગી દૂર કરવા માટે રાજકોટમાં મનસુખ માંડવિયાનું મોટું નિવેદન કહ્યું કે, પાટીદાર એટલે…

રાજકોટમાં આજે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની આગેવાનીમાં ભાજપની જનયાત્રા શરુ થઈ છે. હાલ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા રાજકોટ એરપોર્ટ પર પહોંચી ગયા હતા. જ્યાં તેમણે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાના આશીર્વાદ લીધા હતા. આ સમયે કાર્યકરોએ મુખ્ય માર્ગો પર ભાજપ કાર્યકરોએ ફૂલથી સ્વાગત કર્યું હતું.

હાલ તેઓ અટલ બિહારી બાજપાઈ ઓડીટોરિયમ ખાતે મનસુખ માંડવીયા પહોંચ્યા હતા. જ્યાં તેમણે પાટીદાર આગેવાનોને સંબોધતા કહ્યું હતું કે, પાટીદાર એટલે ભાજપ, મોદીએ સમાજને મહત્વ આપ્યું છે. WHOના નકલી વેક્સિનના રિપોર્ટ મુદ્દે કેન્દ્ર સરકાર તપાસ કરી રહી છે. નકલી વેક્સિનનું તપાસમાં ખુલશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

મનસુખ માંડવિયાએ આનંદીબેન પટેલેને યાદ કરતા જણાવ્યું હતું કે, આનંદીબેન પટેલે સત્તાનું કર્તવ્ય અને સમાજ પ્રત્યેની જવાબદારીમાં સત્તાના કર્તવ્યને મહત્વ આપ્યું હતું. સત્તા ગઇ તો ગઇ પરંતુ સત્તાના કર્તવ્યને પ્રાધાન્ય આપ્યું હતું.

આ અંગે જેરામ પટેલે કહ્યું કે, પક્ષમાં પાટીદાર સમાજને જે પ્રભુત્વ મળ્યુ છે. તેનાથી સંતુષ્ટ છે. આગામી સમયમાં પાટીદાર સમાજ વિકાસની નવી દિશા સર કરશે. આ ઉપરાંત કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ કહ્યું કે, નરેન્દ્ર મોદીએ પાટીદાર સમાજને યોગ્ય પ્રભુત્વ આપ્યું છે. કેબિનેટમાં બે મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે.

હાલ રાજ્યમાં તેમની જનયાત્રા શરુ થઈ ગઈ છે. જે રેસકોર્સ રીંગરોડથી શરુ કરીને, કિસાનપરા ચોક, મહિલા લેજ, એસ્ટ્રોન, વિરાણી, ભક્તિનગર સ્ટેશન પ્લોટ, લોધાવાડ, ભુતખાના, ગુંદાવાડી વિસ્તારમાં તેમનું સ્વાગત કરશે.

ત્યારબાદ પેડક રોડ પર અટલબિહારી ઓડીટોરીયમમાં કાર્યકર્તાઓ સાથે સંવાદ, લેઉઆ કડવા પટેલ સમાજ અને તબીબો સાથે બેઠક કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થયેલા વિકાસકામો લોકો સુધી પહોચાડવા માટે જન આશીર્વાદ યાત્રા શરુ થઇ છે. જેના ભાગરૂપે સૌરાષ્ટ્રમાંથી કેન્દ્રીય કેબીનેટમાં પસંદગી પામેલા કેન્દ્રીય મંત્રીની જન આશીર્વાદ યાત્રા આજે શરુ થઇ રહી છે.

રાજકોટથી ભાવનગર અને ઉંઝાથી અમરેલી સુધીના પ્રવાસમાં તેમનું સ્વાગત, સભા સહીતના કાર્યક્રમો થશે. ખોડલધામમાં મંત્રીના હસ્તે ધ્વજા ચડાવવામાં આવશે. રાજકોટમાં માંડવીયાના સ્વાગતમાં મેયર પ્રદીપ ડવ, ભાજપ કાર્યકરો જોડાયા હતા. આજે ગોંડલ, વીરપુર, ખોડલધામ, જેતપુર, ઉપલેટા, ધોરાજી, જૂનાગઢ જશે.

બીજા દિવસે એટલે કે શુક્રવારે જૂનાગઢ પત્રકાર પરિષદ બાદ વિસાવદર, ધારી, ચલાલા, પાલીતાણા જશે. શનિવારે પાલીતાણા વેક્સિન સેન્ટરની મુલાકાત બાદ સોનગઢ, બોટાદ અને વલ્લભીપુર થઇ ભાવનગર પહોચશે.

જયારે અન્ય કેન્દ્રીય મંત્રી પુરુષોતમ રૂપાલા ગુરુવારે ઉંઝા મંદિરે દર્શન કરી વિસનગર, મહેસાણા, મોરબી જશે. બીજા દિવસે ટંકારા, શાપર – વેરાવળ અને સરધારમાં સાંજે 6 વાગ્યે ગ્રામ પંચાયતના મેદાનમાં સભા સંબોધશે. ત્રીજા દિવસે સરધારમાં પત્રકાર પરિષદ બાદ આટકોટ, જસદણ, બાબરા, અમરેલી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *