દિલ્હીના ઉપરાજ્યપાલ પર ભડક્યા કેજરીવાલ, કહી દીધી આ મોટી વાત…

દિલ્હીમાં છેલ્લા છ વર્ષથી આપનું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઉપરાજ્યપાલ અનિલ બૈજલ વચ્ચે ફરી એકવાર ટકરાવ થતો જોવા મળી રહ્યો છે. ઉપરાજ્યપાલની એક બેઠકને લઈને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ભડક્યા હતા.

ત્યારબાદ અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું કે, ચૂંટાયેલી સરકારની પીઠ પાછળ આવી સમાનાંતર બેઠક કરવી સંવિધાન અને સુપ્રીમ કોર્ટની સંવૈધાનિક ખંડપીઠના ચૂકાદાની વિરુદ્ધ છે. આપણે એક લોકશાહી છીએ. જનતાએ મંત્રીપરિષદને ચૂંટ્યું છે. જો કોઈ પ્રશ્ન છે તો તમે આપણા મંત્રીઓને પૂછો. અધિકારીઓ સાથે સીધી બેઠક કરવાથી બચો. લોકશાહીની ઇજ્જત કરો સર.

ઉલ્લેખનીય છે કે, દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે કોરોનાની હાલની સ્થિતિ અને આવનારી લહેરને લઈને પૂર્વ તૈયારીઓ કરવા પર મુખ્ય સચિવ સહિત અનેક ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

બેઠક બાદ ઉપરાજ્યપાલ અનિલ બૈજલે ટ્વિટ કરીને કહ્યું કે, ‘મુખ્ય સચિવ, ACS (ગૃહ અને સ્વાસ્થ્ય), ડિવિઝનલ કમિશનર, સચિવ (સ્વાસ્થ્ય), DMRCના MD અને અન્ય અધિકારીઓની સાથે કોરોનાની સ્થિતિ અને ભવિષ્યની તૈયારીઓને લઈને સમીક્ષા કરી.’

આ પહેલા પણ અરવિંદ કેજરીવાલ અનિલ બૈજલ પર ભડક્યા હતા. જ્યારે ખેડૂત આંદોલન દરમિયાન ખેડૂતો પર થયેલા કેસ માટે દિલ્હી પોલીસ દ્વારા જણાવવામાં આવેલી સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની યાદી પર મહોર મારી દીધી હતી.

એ નિર્ણય પર કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું હતું કે, ‘કેબિનેટના નિર્ણયોને આ રીતે પલટવા દિલ્હીવાળાઓનું અપમાન છે. દિલ્હીના લોકોએ ઐતિહાસિક બહુમતથી આપ સરકાર બનાવી અને ભાજપને હરાવ્યું.

કેજરીવાલે વધુમાં કહ્યું હતું કે, ભાજપ દેશ ચલાવે, આપને દિલ્હી ચલાવવા દે. દરરોજ આ પ્રકારે કામમાં દખલ કરવી દિલ્હીના લોકોનું અપમાન છે. ભાજપ જનતંત્રનું સન્માન કરે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *