જો આવું બની જશે, તો 2022ની ચૂંટણીમાં ભાજપને થશે મોટો ફાયદો…

2022ની ચૂંટણીને લઈને દરેક પાર્ટીઓ અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે. ત્યારે ભારતમાં 2022નું વર્ષ ચૂંટણીઓને લઇને ઘણું મહત્વપૂર્ણ છે. 2022માં ગુજરાત અને ઉત્તરપ્રદેશ સહિતના ઘણા રાજ્યોમાં ચૂંટણીઓ આવી રહી છે.

2024માં લોકસભા ચુટણીને લઈને પણ 2022ની ચૂંટણીઓ ઘણી મહત્વપૂર્ણ કહી શકાય. આ વખતે મુખ્યમંત્રીના ચહેરા વગર જ ભાજપ ચૂંટણી લડવાના મૂડમાં છે. ત્યારે ભાજપની એક મોટો લાભ થઈ શકે છે.

મળતી વિગતો મુજબ, વર્તમાન સરકારનો કાર્યકાળ ડિસેમ્બર માસમાં પૂર્ણ થઈ રહ્યો છે. તે માટે યુપી પંજાબની ચૂંટણી સાથે ગુજરાતમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાઈ તેવી શક્યતા છે. વર્તમાન સરકારનો કાર્યકાળ પૂર્ણ થતો હોવાને કારણે ચૂંટણી છ મહિના વહેલી આવે તેવી શક્યતા છે.

સૂત્રો અનુસાર ભાજપ દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તો ભાજપે બૂથ સર્વે, સ્થાનિક સર્વેની તજવીજ હાથ ધરી છે. જેમાં ભાજપ દ્વારા A, B, C, D કેટેગરીમાં સીટ પ્રમાણે સર્વે શરૂ કરાયો છે. તો OBC, SC-ST સમુદાયની બેઠકો કરવા માટેના આદેશો પણ આપવામાં આવ્યા છે.

રાજ્યમાં આ વખતે પ્રદેશ ભાજપની કમાન સીઆર પટેલના હાથમાં છે. ત્યારે પાટીલનું પ્રમુખ મોડલ ગુજરાતમાં સફળ થયું નથી. જેને કારણે કાર્યકર્તાઓને જવાબદારી સોંપવામાં આવી હતી. તેનું પરિણામએ આવ્યું કે કામકાજમાં બેદરકારી જોવા મળી હતી. હવે ભારતીય જનતા પાર્ટીને લાગી રહ્યું છે કે, અંગત વિખવાદની અસર ચૂંટણી પ્રચાર પર પડી શકે છે.

તમને જણાવી દઈએ કે અગાઉ 2002માં ગોધરા કાંડ બાદ વિધાનસભા ભંગ કરવામાં આવી હતી. 2002માં સમયથી 8 મહિના પહેલા ચૂંટણી લડવામાં આવી હતી. 2002માં ગોધરાકાંડ વખતે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાને લઈને ઘણા સવાલો ઉઠ્યા હતા.

પરંતુ 2002માં નરેન્દ્ર મોદીની લોકપ્રીયતાના કારણે ભાજપને ઘણો ફાયદો થયો હતો.તેવી જ રીતે જો 2022માં ચૂંટણી સમય પહેલા લડવામાં આવશે તો ભાજપને ફાયદો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *