હાર્દિક પટેલના નિવેદનથી રાજકારણ ગરમાયું, આવી શકે છે નવો ટ્વિસ્ટ…

કોંગ્રેસ ગુજરાતના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના નિવેદન બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. હાર્દિક પટેલે રાજકોટની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ યુથ કોંગ્રેસ સભ્ય નોંધણી કાર્યક્રમમાં જોડાયેલા સભ્યો સાથે બેઠક પણ કરી હતી. તેમણે કહ્યું કે, યુથ કોંગ્રેસને મજબુત બનાવવા માટે પ્રયાસો થવા જોઇએ. તે માટે સારા લોકોને ચૂંટણીમાં મેદાને ઉતારવાની જરૂરી છે.

હાર્દિક પટેલના નિવેદનમાં કોંગ્રેસને જાકારો આપી આમ આદમી પાર્ટીમાં જોડાય તેવા કટાક્ષના હાર્દિકના શબ્દો હતા. હાર્દિક પટેલ 2022માં આમ આદમી પાર્ટીનો ચહેરો બને તેવા હાર્દિકના કટાક્ષના શબ્દો હતા.

હાર્દિક પટેલનું કહેવું છે કે, જો કોંગ્રેસને ગુજરાતમાં ટકાવી રાખવી હોય તો હોય તો સારા લોકોને ચૂંટણીમાં મેદાને ઉતારવા માંગીએ છીએ. આ ઉપરાંત તેના નિવેદનમાં આમ આદમી પાર્ટીના પ્રવેશ તરફના કટાક્ષના શબ્દો હતા.

હાર્દિક પટેલે મીડિયાને દરેક સવાલોના ગોળ ગોળ જવાબ આપ્યા હતા. આ ઉપરાંત હાર્દિક પટેલે કહ્યું કે, બેરોજગાર યુવાનોને નોકરી મળી જાય તેવા પણ પ્રયાસો કરીશું. આ સાથે તેણે આમ આદમી પાર્ટી પર પણ પ્રતિક્રિયા આપી હતી.

2007, 2012, 2017 અને હવે 2022ના બદલાનો કટાક્ષ કરી હાર્દિક પટેલે આમ આદમી પાર્ટીને આવકારો આપ્યો હતો. હાર્દિક પટેલે 2022માં આમ આદમી પાર્ટીને આવકાર ભર્યા શબ્દો પણ આ નિવેદનમાં વાપર્યા હતા.

હાર્દિક પટેલના કટાક્ષ બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. આ નિવેદન બાદ ગુજરાતના રાજકારણમાં આવનારા સમયમાં નવો ટ્વિસ્ટ પણ આવી શકે છે. 2022માં હાર્દિક પટેલના આમ આદમી પાર્ટીનો નવો ચહેરો બને તેવા હાર્દિકના કટાક્ષના શબ્દો પણ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *