હાર્દિક પટેલે કર્યો મોટો ખુલાસો કહ્યું કે, હું આ કારણોસર કોંગ્રેસના કાર્યક્રમમાં હાજર નથી રહેતો…

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે એક મોટો ખુલાસો કર્યો છે. ગુજરાતમાં હાલ કોંગ્રેસ પાર્ટી નબળી પડતી જોવા મળી રહી છે. ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણી આ વર્ષની સ્થાનિક પાલિકાની ચૂંટણીમાં હાર્યા બાદ બંનેએ રાજીનામા આપી દીધા હતા.

ત્યારબાદ કોરોનાની બીજી લહેરમાં કોંગ્રેસના પ્રભાવી નેતા રાજીવ સાતવના અવસાનથી કોંગ્રેસનું સંકટ વધી ગયું છે. આવતા વર્ષે થનારી વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ વધતી જતી મોંઘવારી અને બેરોજગારીને લઇને કાર્યક્રમો આપીને કાર્યકરોને એકજૂટ કરવાની કોશિશ કરી રહી છે.

કોંગ્રેસ દ્વારા આયોજિત કરવામાં આવેલા આ કાર્યક્રમોમાં હાર્દિક પટેલ ઉપસ્થિત ન રહેતા અનેક નેતાઓ સવાલ કરી રહ્યા છે કે, ગુજરાતમાં અમિત ચાવડા અને પરેશ ધાનાણી કાર્યક્રમોને કેમ લીડ કરી રહ્યા છે.

આ સવાલનો જવાબ હાર્દિક પટેલે કહ્યું કે, તે વ્યકિતગત કારણોસર કોંગ્રેસના કાર્યક્રમોમાં ભાગ લેતો નથી. સાથે હાર્દિકેએ પણ સ્પષ્ટ કર્યુ હતું કે, મારા માટે કોંગ્રેસ છોડવાનું કોઇ કારણ નથી. હું પાર્ટી નથી છોડી રહ્યો. જોકે હાર્દિક તેના અનેક કાર્યક્રમોમાં કહી ચૂકયો છે કે, કોંગ્રેસના મોટા નેતાઓ તેને ગણકારતા નથી.

ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલની નજીકના નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઇ ચૂક્યા છે. જેથી હવે એવી ચર્ચા ચાલી રહી છે કે હાર્દિક પણ આમ આદમી પાર્ટીમાં જોડાશે. પરંતુ હવે હાર્દિક પટેલે સ્પષ્ટ કર્યું છે કે તે કોંગ્રેસ પાર્ટીને છોડવા માંગતો નથી.

કોંગ્રેસે યુવા નેતા ઉપર ભરોસો મૂક્યો હતો તે કંઈ ખાસ સાબિત કરી શક્યા નથી. કોંગ્રેસે જે યુવા નેતાઓ પર ભરોસો મૂક્યો હતો તેમાં અલ્પેશ ઠાકોર, જિગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલનું નામ સામેલ છે. આ ત્રણેની વાત કરીએ તો અલ્પેશ ઠાકોર બીજેપીમાં જોડાઇ ગયો છે. તો જિગ્નેશ મેવાણીનું પાર્ટીમાં કોઈ યોગદાન નથી. જ્યારે હાર્દિક પટેલે પણ અત્યાર સુધીમાં કોંગ્રેસ પાર્ટી માટે કંઈ ખાસ કામ કર્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *