BJP નેતા પર ખેડૂતો તૂટી પડ્યા, કપડા ફાડી ગાડીના કાચ તોડી નાખ્યા, જાણો શું છે સમગ્ર ઘટના…

ખેડૂતો પહેલા દિલ્હી બોર્ડર પર કાયદાનો વિરોધ કરી રહ્યા હતા અને હવે સાંસદથી થોડે દુર જંતર-મંતર પર કાયદાનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે કેટલાક લોકો આ વિરોધ પ્રદર્શનમાં કાયદાનો ભંગ કરી રહ્યા છે. રવિવારે એક ઘટના પાડોશી રાજ્ય રાજસ્થાન માંથી સામે આવી છે. જ્યાં ભાજપના નેતા પર ખેડૂતો તૂટી પડ્યા હતા.

ભાજપ નેતા પ્રેમસિંહ પર કેટલાક પ્રદર્શન કરતા લોકો તૂટી પડ્યા હતા. નિમકા થાના વિસ્તારના ભાજપના પૂર્વ ધારાસભ્ય પ્રેમસિંહ બાજોર પર કેટલાક લોકો તૂટી પડ્યા હતા અને તેના કપડા પણ ફાડી નાખ્યા હતા. સાથે જ તેને ગાડીને પણ નુકસાન પહોંચાડ્યું હતું.

રવિવારે રસ્તાની વચ્ચે બેસી કેટલાક ખેડૂતો આ કાયદાનો વિરોધ કરી રહ્યા હતા. ત્યાર પૂર્વ ધારાસભ્ય ત્યાં આવી પહોંચ્યા હતા. આંદોલન કરતા લોકોએ તેના પર હુમલો કરી દીધો હતો. તેના કપડા ફાડી નાંખ્યા, તેની ગાડીના કાચ તોડી નાંખ્યા અને દાગીના પણ તોડી નાંખ્યા હતા.

ખેડૂતોના વિરોધ પ્રદર્શનને કારણે ભાજપ નેતાએ શાહજહાંપુર જયસિંહપુર ખેડા બોર્ડર પરથી પરત ફરવું પડ્યું હતું. ભાજપ નેતા નિમકાથી પોતાની ફોર્ચ્યુનર કારમાં બેસીને દિલ્હી તરફ જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.

શાહજહાંપુર જયસિંહપુર ખેડા બોર્ડર પર ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. આંદોલનકર્તાઓએ એમનો રસ્તો રોકી વિરોધ કરવાનું ચાલું રાખ્યું હતું. ડ્રાઈવરે ગાડી પાછી વાળવા માટે પ્રયત્નો કર્યા હતા. પણ તે ટ્રાફિક જામને કારણે ગાડી ફસાઈ ગઈ હતી.

પૂર્વ ધારાસભ્ય પ્રેમસિંહ બાજોરે કહ્યું કે, સાંજના સમયે તેઓ જયપુર થઈને દિલ્હી જવા માટે નીકળ્યા હતા. ત્યારે વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોએ એમનો રસ્તો રોક્યો અને તેના પર જીવલેણ હુમલો કર્યો હતો. તેની કારમાં પણ તોડફોડ કરી હતી. આ હુમલામાં એમના ડ્રાઈવર અને પીએ ને પણ ઈજા થઈ છે. એમના કપડાં પણ ફાડી નાંખ્યા હતા.

પૂર્વ ધારાસભ્ય વધુમાં કહ્યું કે, આવું કરનારા ખેડૂત ન હોઈ શકે. તંત્ર અને સરકારે આવા લોકોની ઓળખ મેળવી તેની ધરપકડ કરે. હું પણ એક ખેડૂતનો પુત્ર છું. જોકે, દિલ્હીમાં પણ રાકેશ ટીકૈતની આગેવાનીમાં ખેડૂત સંગઠનોએ ભેગા થઈને પોતાની એક સાંસદ મંત્રણા યોજી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *