સામાન્ય સભામાં હોબાળો થતા, કોંગ્રેસના કોર્પોરેટરોએ મેયરની સામે જ કરી નાખ્યું કંઈક એવું કે….

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા આજે ટાગોર હોલ ખાતે મળી હતી. આ સામાન્ય સભામાં લોકોના પ્રશ્નો અને શહેરની સુખાકારીને લઈને બંને પક્ષો સામ સામે આવી ગયા હતા. કોંગ્રેસ અને ભાજપ સામે સામે આવી જતા સભા પૂર્ણ કરી દેવામાં આવી હતી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા કોરોના કાળ બાદ પ્રથમ વખત ટાગોર ખાતે યોજવામાં આવી હતી. શહેરના વિકાસના પ્રશ્નો તેમજ પ્રજાલક્ષી વિવિધ કામો અંગેની ચર્ચા કરવા માટે 192 કોર્પોરેટરની આ સામાન્ય સભા મળી હતી.

આ સામાન્ય સભામાં કોંગ્રેસના પૂર્વ વિપક્ષી નેતા કમળાબેન ચાવડા એસવીપી હોસ્પીટલને લઈને ઘણા બધા આક્ષેપો કર્યા હતા. જે બાદ ભાજપના કોર્પોરેટરોએ હોબાળો મચાવ્યો હતો. જોકે મેયરે તમામ લોકોને શાંતિ રાખવા માટે વારંવાર અપીલ પણ કરી હતી.

ત્યારબાદ જગતપુર રેલવે ક્રોસિંગ માટે બનાવવામાં આવ્યું હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત શાહ આલમના કોર્પોરેટર સનિબાબાએ અધિકારીઓને ચોર કહ્યા હતા. ભાજપે આ મામલે કોંગ્રેસને માફી માંગવા માટે કહેતા સામાન્ય સભામાં હોબાળો થયો હતો.

કોંગ્રેસના કમળાબેન ચાવડા તેમજ બીજા કોર્પોરેટરોએ સભાગૃહમાં મેયરની સમક્ષ એજન્ડાની કોપી ફાડી કાઢી હતી. જે બાદ ફરી વખત હોબાળો થયો હતો. ત્યારબાદ આ સામાન્ય સભાને પૂર્ણ કરી દેવામાં આવી હતી.

કોર્પોરેશનની સામાન્ય સભા ઉગ્ર બનતા સભાને પૂર્ણ કરી દેવામાં આવી હતી. આ સભામાં મેયરે તમામ કામોને મંજુરી આપી દીધી હતી. પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે એકઠા થયેલા તમામ કોર્પોરેટરોના ઝઘડામાં અંતે તો નુકશાન પ્રજાનું જ થઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *