દિનેશ કાર્તિકે કહ્યું- અક્ષર પટેલ WTCની ફાઇનલ માંથી થશે બહાર, આ સિનિયર ખેલાડીને મળશે સ્થાન…

છેલ્લા ઘણા સમયથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઘર આંગણે ચાર મેચોની મહત્વની ટેસ્ટ સિરીઝ રમાઇ રહી હતી. આ સિરીઝ હાલમાં પૂર્ણ થઇ છે. ભારતીય ટીમે આ સિરીઝમાં જબરદસ્ત વિજય મેળવ્યો છે. બંને ટીમોના તમામ ખેલાડીઓ માટે આ સિરીઝ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઇ છે. આ ઉપરાંત આ બંને ટીમોએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચમાં પણ પોતાનું સ્થાન નક્કી કર્યું છે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ 7 જૂનના રોજ ઇંગ્લેન્ડ ખાતે રમાવાની છે. ભારતીય ટીમ હવે એક પણ ટેસ્ટ સિરીઝ રમવાની નથી. તે સીધી ફાઇનલ મેચમાં રમતી જોવા મળશે. આવા કારણોસર ટીમ કોમ્બિનેશન કરવું જરૂરી છે. ઇંગ્લેન્ડની પીચને ધ્યાનમાં રાખીને ઘણા ખેલાડીઓની અદલા બદલી થઇ શકે છે. હાલમાં દિનેશ કાર્તિક દ્વારા આ બાબતે મોટું નિવેદન આપવામાં આવ્યું છે.

તાજેતરમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન દિનેશ કાર્તિક દ્વારા જણાવવામાં આવ્યું છે કે ફાઇનલ મેચમાં અક્ષર પટેલને બહાર કરવામાં આવી શકે છે. હાલમાં રમાયેલ ટેસ્ટ સિરીઝમાં આપણે જોયું હતું કે તેણે ફક્ત 3 વિકેટ જ લીધી હતી. ત્રીજા સ્પિનર તરીકે તેની જરૂરિયાત રહી નહોતી. તેના સ્થાને આ સિનિયર ખેલાડીને સામેલ કરવામાં આવશે. તો ચાલો જાણીએ આ સિનિયર ખેલાડી કોણ છે.

તમને જણાવી દઇએ કે દિનેશ કાર્તિકે તાજેતરમાં શાર્દુલ ઠાકુર વિશે ઘણી વાતો કહી છે. તેણે જણાવ્યું છે કે ઇંગ્લેન્ડની પીચ પર શાર્દુલ એક ફાસ્ટ ઓલ રાઉન્ડર તરીકે ઘણો મહત્વનો રહી શકે છે. તે ઘણી વિકેટ અપાવી શકે છે. આ ઉપરાંત બેટિંગમાં પણ ઘાતક પ્રદર્શન કરી શકે છે. બીજી તરફ જાડેજા અને અશ્વિન બંને સ્પિનર તરીકે જોવા મળશે. જેથી અક્ષરની જરૂર રહેશે નહીં.

દિનેશ કાર્તિકે વધુમાં જણાવજો કે શાર્દુલ ઠાકુર અત્યાર સુધી ભારતીય ટીમ માટે ઘણો મહત્વનો રહી ચૂક્યો છે. હાર્દિકની જેમ તે પણ ઘણું સારું પ્રદર્શન કરી શકે છે. જેથી ફાઇનલ મેચમાં તેનું સ્થાન નિશ્ચિત છે. આ બદલાવ કરવો ખૂબ જરૂરી છે. ઇંગ્લેન્ડની પીચ પર ફાસ્ટ બોલરો પહેલેથી જ સફળ પણ સાબિત થતા આવ્યા છે. આ ઉપરાંત રોહિત શર્મા અન્ય ઘણા બદલાવો પણ કરતો જોવા મળી શકે છે.

ફાઇનલ મેચ પહેલા જ બંને ટીમોએ તૈયારીઓ પણ શરૂ કરી છે. આઇપીએલ 2023 પૂર્ણ થાય તે પહેલા ઘણા ખેલાડીઓ આઇપીએલ છોડીને ઇંગ્લેન્ડ ખાતે જવા રવાના થશે તે પણ નક્કી છે. બંને ટીમો માટે ફાઇનલ મેચ ઘણી મહત્વની રહેશે. ગયા વખતે ફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો પરંતુ આ વખતે મજબૂત ટીમ કોમ્બિનેશન સાથે ઉતરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *