દર્શના જરદોશનો મોટો ખુલાસો કહ્યું કે, સુરતને આ વસ્તુ ક્યારેય નહીં મળે…

કેન્દ્ર સરકારના રેલ રાજ્યમંત્રી તથા કાપડમંત્રી બન્યા પછી સુરત આવેલા સાંસદ દર્શનાબેન જરદોશે જન આશીર્વાદ યાત્રા યોજી હતી. આ ઉપરાંત એમના સ્વાગત અંગે પણ કાર્યક્રમ યોજાયા હતા. રેલવેના જુદા ડિવિઝનની સુરતની વર્ષો જૂની માગનો દર્શનાબેને એક ઝાટકે નકારો કરી દીધો છે.

દર્શના જરદોશે એ પણ સ્પષ્ટતા કરી છે કે, સરકાર ડિવિઝન વધારવાના નહીં પણ ઘટાડવાના મુડમાં છે. તેમણે સૌરાષ્ટ્ર તરફની ટ્રેન અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે, અઠવાડિયામાં પાંચ દિવસ સુરત મહુલા ટ્રેન ચાલુ કરી છે. આ ઉપરાંત મુંબઈથી મહુવા માટેની ટ્રેન પણ દર અઠવાડિયે એક વખત ઉપડશે. 21 તારીખથી દરરોજ રાત્રે સુરતથી બેસીને સવારે મહુવા ઊતરી શકાશે.

આ ઉપરાંત વલસાડથી આબુ રોડ માટેની ટ્રેન પણ શરૂ થશે. જ્યારે ગોવા સંપર્ક ક્રાંતી ટ્રેન સુરત રોકાશે. જ્યારે શતાબ્દી-ગુજરાત ક્વિનને પણ ગાંધીનગર સુધી લંબાવી દેવામાં આવી છે. સુરત ઉઘના સ્ટેશનના રી ડેવલપમેન્ટ અંગે તેમણે કહ્યું કે, બંને સ્ટેશનને વર્લ્ડ ક્લાસ કરવાનું કામ એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ સુધી પહોંચ્યું છે. ઝડપથી આ બંને સ્ટેશનની કાયા પલટાશે.

આ ઉપરાંત તેમણે વધુમાં કહ્યું કે, મેગા ટેક્સટાઈલ પાર્ક અંગે હાલમાં કંઈ કહી શકાય એમ નથી. આ નિર્ણય કેબિનેટ કરે છે. GST ક્રેડિટના પ્રશ્નો અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે, આ અંગેનો નિર્ણય નાણામંત્રાલય લેશે. નવા GST ક્રેડિટની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.

આ ઉપરાંત તેમને કાપડ ઉદ્યોગની મુશ્કેલીઓ અંગે વાત કરતા કહ્યું કે, એન્ટિ ડમ્પિંગ ડ્યૂટીના મુદ્દે પરિણામ આવ્યું છે. માત્ર સુરત જ નહીં અનેક રાજ્યમાં ટેક્સટાઈલ્સ ઉદ્યોગ ચાલે છે. જેના વિકાસ હેતું યોજનાનું નવીનીકરણનો ઝડપથી અમલ થાય એવા પ્રયત્નો છે.

ભાજપની જન આશીર્વાદ યાત્રા ભરૂચ પહોંચી હતી. અહીં પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કેન્દ્રીય રાજ્ય મંત્રી દર્શના જરદોશનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાંસદ દર્શના જરદોશને રાજ્યકક્ષાના મંત્રી બનાવાયા છે. તેઓને મંત્રી બનાવ્યા બાદ સુરત સહિત દક્ષિણ ગુજરાત માટે તેમને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે.

સુરતના પાટીદાર વિસ્તારમાં ભાજપના ઘટતા જતા પ્રભાવને વધારવા માટે તેમને ખાસ પ્રકારની જવાબદારી સોંપવામાં આવી છે. જેથી કરી 2022ની વિધાનસભાની ચુંટણીમાં ભાજપને મોટો ફાયદો થઈ શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *