કોલેજના ખાનગીકરણને લઇને CYSSનો જબરદસ્ત વિરોધ, બ્રિજ પર લટકાવી દીધું વિશાળ બેનર…

આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ CYSS દ્વારા કોલેજના ખાનગીકરણને લઈને જબરદસ્ત વિરોધ કરવામાં આવ્યો હતો. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન 9 કોલેજના ખાનગીકરણના વિરોધમાં વિદ્યાર્થીઓ દ્વારા અઠવાગેટ વિસ્તારમાં આવેલ બ્રિજ પર 50 બાય 40 ફૂટનું વિશાળ બેનર લગાવવામાં આવ્યું હતું. જેમાં કોલેજના ખાનગીકરણનો વિરોધ કરવામાં આવ્યો હતો.

અઠવાગેટ બ્રિજ પર લગાડવામાં આવેલું આ વિશાળ બેનર જોઈને આસપાસ માંથી પસાર થતા તમામ લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. ઘટનાની જાણ અઠવા પોલીસને થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. તેમજ સુરત કોર્પોરેશનની ટીમ પણ પહોંચી ગઈ હતી. જે બાદ કોર્પોરેશનની ટીમ દ્વારા ઉતારીને જપ્ત કરી લેવામાં આવ્યું હતું.

છાત્ર યુવા સંગઠન સમિતિ દ્વારા અઠવાગેટ અને મિનિ બજાર ખાતે પણ આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ત્યાં પણ આ જ પ્રકારે મિનિ બજાર વિસ્તારમાં બેન લગાડીને વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી કરાયું હતું. પરંતુ બેનર જપ્ત કરી લેતા મિનિ બજાર ખાતેનો કાર્યક્રમ થઈ શક્યો ન હતો.

વિદ્યાર્થીઓને ડર લાગી રહ્યો છે કે, જો કોલેજો ખાનગી કરણ અંતર્ગત આવી જાય તો વિદ્યાર્થીઓને ફી ભરવામાં મુશ્કેલીઓ પડી શકે છે. તેમજ અન્ય ઘણી બધી મુશ્કેલીઓ સામે આવી શકે છે. છાત્ર યુવા સાથે યુવા સંઘર્ષ સમિતિ દ્વારા 9 કોલેજના ખાનગીકરણને લઈને વારંવાર યુનિવર્સિટીના કુલપતિને આવેદનપત્ર આપીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. પરંતુ હજી સુધી આ બાબતે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

વિદ્યાર્થીઓની માંગ છે કે, ઝડપથી ખાનગીકરણ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. તેને પરત લેવામાં આવે જેથી કરીને વિદ્યાર્થીઓ માટે કોઈ મુશ્કેલી ઊભી ન થાય. વિદ્યાર્થીઓના હિત માટે કોલેજને ગવર્મેન્ટ યુનિવર્સિટીમાં ફરીથી સામેલ કરવામાં આવે તેવી માંગ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા કરવામાં આવી છે.

સુરતમાં આવેલી પી.ટી.સાયન્સ કોલેજ, વીટી ચોકસી, કે.પી કોમર્સ, એમ.ટી.બી, એસ.પી.બી અને મહિલા કોલેજનું ખાનગીકરણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બારડોલીમાં આવેલી પી.આર.બી આર્ટસ, પી.જી.આર કોમર્સ અને પાટીદાર જીન કોલેજનું ખાનગીકરણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *