કોંગ્રેસ અધ્યક્ષ હાર્દિક પટેલે આ કારણને ગણાવ્યું વિકાસમાં અવરોધનું કારણ…
પાટીદાર અનામત આંદોલનના યુવા નેતા હાર્દિક પટેલે જ્ઞાતિવાદી રાજકારણને વિકાસમાં અવરોધ ગણાવ્યો છે. તેમનું માનવું છે કે, જ્ઞાતિમાં સમુદાયની સાથે મળીને વિકાસના કાર્યો કરવા જોઈએ. ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન ચલાવનાર હાર્દિક પટેલને હવે જાતિવાદી રાજકારણ બરાબર નથી લાગતું.
હાર્દિક પટેલનું કહેવું છે કે, રાજ્યના મુખ્યપ્રધાન કોઈપણ સમાજના હોવો જોઈએ. જેથી તમામ સમુદાયે સાથે મળીને વિકાસ કરવો જોઈએ. વધુમાં તેમણે કહ્યું કે, દેશ અને રાજ્યમાં જ્ઞાતિવાદના આધારે રાજકીય વ્યૂહરચના નક્કી કરવામાં આવે છે, પરંતુ શાસન અને વહીવટમાં તેને મહત્વ ન આપવું જોઈએ.
હાર્દિક પટેલે આ અંગે વાત કરતા કહ્યું કે, પાટીદાર, ઓબીસી, આદિજાતિ સમુદાય ગુજરાતમાં મુખ્યમંત્રી પદનો દાવો કરી રહ્યા છે. હાર્દિક પટેલનું તેવું માનવું છે કે, રાજકારણમાં તેમની ભાગીદારીની પણ જરૂરી છે. તો જ વિકાસ શક્ય બનશે. આ સાથે તેમણે બીજેપી પર નિશાન સાધતા કહ્યું કે, જે લોકો તેમની વિરુદ્ધ બોલે છે. તેમને દબાવવા પ્રયાસો કરવામાં આવે છે.
આ ઉપરાંત હાર્દિક પટેલે ચૂંટણીલક્ષી રાજકારણ કરવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં જ્યાં જ્ઞાતિવાદી નેતાઓ ની ચૂંટણી થાય છે. તેને મહત્વ આપવામાં આવે છે. ચૂંટણી પૂરી થતાની સાથે જ ભૂલી જાય છે.
તેમણે વધુમાં જણાવતા કહ્યું કે, જાતિના રાજકારણનું વર્ચસ્વ ગુજરાત અને લોકશાહી માટે સારું નથી. તેમનું કહેવું છે કે, જ્યારે ભાજપને લાગે છે કે કોઈ જાતિના લોકો તેની વિરુદ્ધ છે. ત્યારે તે અન્ય જાતિના લોકોને તેમની વિરુદ્ધ એકત્રીત કરે છે.
હાર્દિક પટેલે વધુમાં જણાવતા કહ્યું કે, બંધારણમાં એવું ક્યાંય પણ લખ્યું નથી કે, મુખ્ય પ્રધાન કોઈ ખાસ જાતિના હોવા જોઈએ. મુખ્યમંત્રી એવી વ્યક્તિ હોવી જોઈએ જે દરેકને સાથે લઇને ચાલે અને જેના મનમાં કોઇ સમાજ અને જાતિ માટે ભેદભાવ ન હોય.