વહેલી ચૂંટણી યોજાશે કે નહીં તેને લઇને સીએમ વિજય રૂપાણીનો મોટો ખુલાસો…

ગુજરાતમાં વિધાનસભાની વહેલી ચૂંટણી મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મોટું નિવેદન સામે આવ્યું છે. રૂપાણીએ જણાવ્યું હતું કે, આવી કોઇ શક્યતા નથી. રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ વહેલી યોજાવાની અટકળોનો ખુદ મુખ્યમંત્રીએ છેદ ઉડાવ્યો છે.

આ ઉપરાંત અમરેલીમાં થયેલા અકસ્માત અંગે સીએમએ સંવેદના વ્યક્ત કરી હતી. ગમખ્વાર અકસ્માતમાં આઠ લોકો મૃત્યુ અંગે સંવેદના વ્યક્ત કરી હતી. દુઃખ ઘટના આજે અમરેલી વિસ્તારમાં બની છે. તમામ મૃતકોને ચાર લાખ સહાય અંગે સીએમએ જાહેરાત કરી હતી.

રાજ્યના વહેલી ચૂંટણી અંગે સીએમએ ખુલાસો કર્યો હતો. સીએમએ કહ્યું કે, સમયસર રાજ્યમાં ચૂંટણી યોજાશે. ઉત્તરપ્રદેશ ચૂંટણી સાથે રાજ્યને કોઈ લેવા દેવા નથી. વિધાનસભાની ચૂંટણી ચૂંટણીના સમયે જ યોજશે.

આ સાથે વહેલી ચૂંટણી અટકળો પર પુર્ણ વિરામ લાગ્યું છે. રાજ્યના વહેલી ચૂંટણી અંગે સીએમએ ખુલાસો કર્યો હતો. સીએમએ કહ્યું કે, સમયસર રાજ્યમાં ચૂંટણી યોજાશે. ઉત્તરપ્રદેશ ચૂંટણી સાથે રાજ્યને કોઈ લેવા દેવા નથી. ચૂંટણી ચૂંટણીના સમયે જ યોજશે.

આ ઉપરાંત કોગેસના વિરોધ પ્રદર્શન અંગે સીએમએ નિવેદન આપતા કહ્યું કે, રાજ્ય સરકાર ઉજવણી કરે છે. કોગેસ વિરોધ કરે છે. કોગેસના વિરોધની કોઈએ નોંધ પણ લીધી નથી. કોંગેસ વિરોધ ફક્ત મીડિયામાં દેખાઈ રહ્યા છે.

તેમણે વધુમાં કહ્યું કે, શ્રાવણ માસમાં ભક્તો કોવિડના નિયમો પાળે. ત્રીજી વેવની સંભાવનાને લઈ નિયમોના પાલન સાથે તહેવારની ઉજવણી માટે અપીલ કરી. તહેવારો શાંતિપૂર્વક ઉજવણી કરવી જોઈએ. બીજી લહેરને આપણે પાર કરી દીધી છે. પરંતુ ત્રીજી લહેર ન આવે તે માટે તકેદારી ખૂબ જ જરૂરી છે. તહેવારો ઉત્સાહ પૂર્વક ઉજવો પરંતુ કોરોના અંગે પણ કાળજી રાખવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *