ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપનો માસ્ટર સ્ટ્રોક, કરી નાખશે આ મોટું કામ…

ગુજરાતમાં 2022માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. તે પહેલા ચૂંટણીના ભાગ રૂપે જન આર્શિવાદ યોજના બનાવાઈ છે. જેના ભાગ રૂપે ગુજરાત ભાજપના પાંચેય કેન્દ્રિયમંત્રીઓને ગુજરાતમાં પ્રવાસે આપશે.

ગુજરાતમાં 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. તે પહેલા ભારતીય જનતા પાર્ટી માસ્ટર સ્ટ્રોકની તૈયારી છે. ભારતીય જનતા પાર્ટીએ અત્યારથી જ ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેના ભાગરૂપે આગામી સમયમાં ગુજરાતનું રાજકારણ તેજ બનશે.

15મી ઓગસ્ટ બાદ ગુજરાતમાં ભાજપના પાંચેય કેન્દ્રિયમંત્રીઓ ગુજરાત આવશે. મહત્વનું છે કે, આગામી ચૂંટણીને લઈને ભાજપ દ્વારા રાષ્ટ્રીય સ્તરે જનસંપર્ક વધારવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

વિધાનસભાની ચૂંટણીના ભાગ રૂપે જન આર્શિવાદ યોજના બનાવાઈ છે. આ યોજના હેઠળ ગુજરાતના કેન્દ્રિય મંત્રીઓ ને ગુજરાતમાં પ્રવાસે આપશે. આ ઉપરાંત વિવિધ જિલ્લાઓમાં યાત્રાઓ યોજી લોકો સાથે સંપર્ક વધારવાનું કામ કરશે.

મોદી સરકારનું કેન્દ્રીય વિસ્તરણ થતા ગુજરાતના પાંચ સાંસદોને આગવું સ્થાન મળ્યું છે. ત્યારે ગુજરાતમાં જન સંપર્ક વધારવાના હેતુથી આગામી સમયમાં ભાજપ દ્વારા રેલીઓ અને યાત્રાઓનું આયોજન કરવામાં આવશે. જેમાં 16 ઓગસ્ટથી 19 ઓગસ્ટ દરમિયાન કેન્દ્રીય મંત્રીઓ જન આર્શીવાદ યાત્રામાં જોડાશે.

આ તમામ કેન્દ્રિય મંત્રીઓ ગુજરાતનો પ્રવાસ કરીને લોકસંવાદનો કરશે. જેમાં ઉત્તર ગુજરાતના 8 જિલ્લાઓની યાત્રામાં પુરષોત્તમ રૂપાલા, મધ્ય ગુજરાતના 6 જિલ્લામાં દેવુસિંહ ચૌહાણ જન આર્શીવાદ યાત્રામાં સામેલ થશે.

આ ઉપરાંત સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં મનસુખ માંડવિયા, સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં ડૉ.મહેન્દ્ર મુંજપરા જન આર્શીવાદ યાત્રામાં સામેલ થશે. તેમજ મંત્રી દર્શન જરદોશને દક્ષિણ ગુજરાતના 6 જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *