15 ઓગસ્ટ પહેલા રાકેશ ટિકૈતે આપી ચીમકી, કહ્યું કે ઝંડો તો દિલ્હીમાં જ ફરકાવવામાં આવશે…

ભારતીય કિસાન યુનિયન રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું કે, કંઈ પણ થઈ જાય 15મી ઓગસ્ટના રોજ ઝંડો તો દિલ્હીમાં જ ફરકાવવામાં આવશે. ટિકૈતે વધુમાં કહ્યું કે, દિલ્હીમાં અમને કોઈ ચોક આપવામાં આવે કે જ્યાં અમે તિરંગો ફરકાવી શકીએ.

રાકેશ ટિકૈતે કહ્યું કે, કંઈ પણ થઈ જાય 15મી ઓગસ્ટના રોજ ઝંડો તો દિલ્હીમાં જ ફરકાવવામાં આવશે. પછી ભલે તેના માટે હવાઇ માર્ગનો ઉપયોગ કરવો પડે. હવાઇ માર્ગનો મતલબ છે કે ડ્રોનથી તિરંગો દિલ્હી લઈ જવામાં આવશે.

દિલ્હીની જમીન પર ખેડૂતોનો ઝંડો ફરકાવવામાં આવશે. રાકેશ ટિકૈતે કહ્યું કે, શું અમને દિલ્હીમાં 5 ગજ જમીન પરના મળી શકે. અમને 5 ગજ જમીન આપી દો. અક્ષરધામની પાસે જે ચોક આવેલો છે ત્યાં અમને ઝંડો ફરકાવવાની પરમિશન આપી દો.

તેમને પૂછવામાં આવ્યું કે, તમે દિલ્હીની બહાર પણ ઝંડો ફરકાવી શકો છો. ત્યારે તેમણે કહ્યું કે, અમે ઝંડો તો દિલ્હીમાં જ કરીશું. ત્યાર પછી તેમને પૂછવામાં આવ્યું કે, 26 જાન્યુઆરીના રોજ પરવાનગી આપી હતી અને પછી શું થયું હતું. આ સવાલનો જવાબ આપતા રાકેશ ટિકૈતે થયું કે કોઈ તપાસ એજન્સી હોય તો તપાસ કરાવી લો કંઈ થયું ન હતું.

રાકેશ ટિકૈતે થોડા દિવસો પહેલાં કહ્યું હતું કે, લખનૌ પણ દિલ્હી જેમ બનાવવામાં આવશે. બીજી તરફ ખાલિસ્તાન સમર્થક સંગઠન શીખ ફોર જસ્ટિસએ એક વાર ફરી ભારત વિરોધી ષડયંત્ર રચ્યું છે. આ વખતે સંગઠન તરફથી તિરંગાનું અપમાન અને નરેન્દ્ર મોદીના વિવાદસ્પદ પોસ્ટર જારી કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત 15મી ઓગસ્ટના રોજ દિલ્હીને ધેરવાનો પ્લાન બનાવી રહ્યું છે. મળતી માહિતી મુજબ શીખ ફોર જસ્ટિસના ભારત વિરોધી ષડયંત્રનો પર્દાફાશ થઇ ગયો છે. સંગઠને 15મી ઓગસ્ટના રોજ દિલ્હીના રસ્તાઓ બંધ કરવાનું ષડયંત્ર રચ્યું છે.

આ ઉપરાંત સંગઠન દેશભરમાં ટ્રેક્ટર રેલી ચલાવીને માહોલને બગાડવાનું ષડયંત્ર રચી રહ્યું છે. જોકે ખેડૂત આંદોલન અને ચોમાસુ સત્રને લઇને પહેલેથી જ સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે. દિલ્હીમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *