અલ્પેશ કથીરિયાનું હાર્દિક પટેલને લઈ ચોંકાવનારું નિવેદન કહ્યું કે…

અલ્પેશ કથીરિયા હાલમાં જ જેલ મુક્ત થયો છે. ત્યારબાદ અનેક પાર્ટીઓ દ્વારા તેને પોતાના પક્ષમાં આવકારો આપ્યો છે. પરંતુ અલ્પેશ કથિરિયાએ કહ્યું કે, પાસની બેઠક થયા બાદ જ તે નિર્ણય કરશે કે રાજનીતિમાં આવવું કે નહીં. ત્યારબાદ અલ્પેશ કથીરિયાએ હાર્દિક પટેલ વિશે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

અલ્પેશ કથીરિયાનું કહેવું છે કે, હાર્દિક પટેલ પાટીદાર સમાજનો મોટો ચહેરો છે. પરંતુ તે કોંગ્રેસમાં નિષ્ફળ ગયો છે. અલ્પેશ કથીરિયા લાજપોર જેલ માંથી મુક્ત થયો ત્યારે હાર્દિક પટેલે તેનું સ્વાગત કર્યું હતું. તેમ છતાં અલ્પેશ કથીરિયાના આ નિવેદનથી બધા લોકો ચોંકી ગયા છે.

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરિયાએ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ વિરુદ્ધ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમનું કહેવું છે કે, હાર્દિક પટેલ પાટીદાર સમાજનો મોટો ચહેરો છે. પરંતુ તે કોંગ્રેસમાં નિષ્ફળ ગયો છે.

પાટીદાર અનામત આંદોલનના ઘણા બધા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઇ ચૂક્યા છે. ત્યારે અલ્પેશ કથીરિયાએ આપના વખાણ કરતા કહ્યું કે, ભાજપે જે વર્ષોથી ગુજરાતમાં નથી કર્યું તે આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં કરી બતાવ્યું છે.

વેલંજા મારામારી અને એટ્રોસિટીના કેસમાં અલ્પેશ કથીરિયા છેલ્લા ત્રણ મહિનાથી જેલમાં બંધ હતો. જેલમુક્ત થયા બાદ તેણે અનેક ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે. પહેલા તો તેણે કહ્યું કે, અનેક પાર્ટીઓ મને પોતાની સાથે જોડવા માગે છે અને ત્યાર બાદ હાર્દિક પટેલ વિરુદ્ધ પણ ચોકાવનારું નિવેદન આવ્યું હતું.

અત્યાર સુધીમાં પાસના ઘણા બધા નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઇ ચૂક્યા છે. હવે અલ્પેશ કથીરિયા જેલમુક્ત થયા બાદ સુરતમાં રાજકારણ ગરમાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *