જેલમુક્ત થયા બાદ અલ્પેશ કથીરિયાએ કર્યો મોટો દાવો, કહ્યું આ પાર્ટીમાં જોડાવવા મળ્યું આમંત્રણ…

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથિરીયા જેલમુક્ત થયા છે. ગુજરાત હાઇકોર્ટમાં અલ્પેશ કથેરિયા વિરુદ્ધ દાખલ કરાયેલા રાજદ્રોહ કેસમાં હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા છે. અલ્પેશ કથીરિયાએ જેલમુક્ત થયા બાદ એક મોટો દાવો કર્યો છે.

વેલેંજામાં થયેલ મારામારી અને એટ્રોસિટીના કેસમાં અલ્પેશ કથીરિયા ત્રણ મહિનાથી લાજપોર જેલમાં બંધ હતો. પરંતુ હવે ગુજરાત હાઇકોર્ટ દ્વારા તેની જામીન મંજુર કરવામાં આવી છે. જેથી અલ્પેશ કથીરિયા જેલ મુક્ત થયો છે. જેલમુક્ત થતાની સાથે જ અલ્પેશ કથીરિયાને અનેક પાર્ટીઓ પોતાની સાથે જોડવા માંગે છે.

જેલમુક્ત થયા બાદ અલ્પેશ કથીરિયાએ દાવો કર્યો છે કે ભાજપ, કોંગ્રેસ અને આપ ત્રણેય તરફથી પક્ષમાં જોડાવવા માટે આમંત્રણ મળ્યું છે. પરંતુ રાજનીતિમાં આવવું કે નહીં તે પાસની બેઠક બાદ નક્કી થશે. તેમણે વધુમાં જણાવતા કહ્યું કે, જો ભાજપ કેસ પાછા ખેંચશે તો પાસનું વલણ બદલાશે.

ગુજરાત હાઇકોર્ટમાં અલ્પેશ કથીરિયા વિરુદ્ધ દાખલ કરાયેલા રાજદ્રોહ કેસમાં હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા છે. અલ્પેશ કથીરિયા છેલ્લા ત્રણ મહિનાથી રાજદ્રોહ કેસમાં જેલમાં બંધ હતો. પરંતુ હવે જેલમુક્ત થતાની સાથે જ અનેક પાર્ટીઓ તેને પોતાની સાથે જોડવા માગે છે.

પાટીદાર અનામત આંદોલનના મોટા ભાગના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટી સાથે જોડાઈ ગયા છે. તેથી અલ્પેશ કથીરિયા પણ આમ આદમી પાર્ટી સાથે જોડાય તેવી શક્યતાઓ છે. અલ્પેશ કથીરિયા જેલ બહાર આવ્યા બાદ સુરતમાં રાજકીય માહોલ ગરમાયો છે.

સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો સુરત મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન વેલેંજામાં અલ્પેશ કથીરિયાની આગેવાનીમાં 50 થી 60 બાઈક અને કારમાં આવેલા 100 થી 200 માણસોનું બીટીપીના કાર્યકરે વિડિયો ઉતારતા પાસના કાર્યકરોએ મારૂતિ વાનમાં બેઠેલા બીટીપીના કાર્યકરોને જાતિવિષયક ગાળો આપી લાકડાના ફટકા માર્યા હતા તેમજ પથ્થરમારો કર્યો હતો.

આ સમગ્ર ઘટના બાદ અલ્પેશ કથીરિયા અને તેના સાથીઓ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ પછી પોલીસે તેની ધરપકડ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *