રાકેશ અસ્થાનાને દિલ્હીના પોલીસ કમિશનર બનાવતા આપ આદમી પાર્ટીનો જબરદસ્ત વિરોધ…

રાકેશ અસ્થાના સુરત પોલીસ કમિશ્નર તરીકે પણ રહી ચૂક્યા છે. તેઓ હમેંશા તેમની એકશનને કારણે સમાચારમાં છવાયેલા રહેતા હોય છે. સુરતમાં જયારે અસ્થાના પોલીસ કમિશ્નર હતા. ત્યારે તેમણે શહેરના લોકોની મદદથી CCTV પ્રોજેકટસ શરૂ કર્યો હતો. પરંતુ હવે તેમને દિલ્હી પોલીસ કમિશ્નર બનાવવામાં આવ્યા છે.

રાકેશ અસ્થાનાને પોલીસ કમિશ્નર બનાવવાની વાત અરવિંદ કેજરીવાલ સરકારને પસંદ આવી નથી. દિલ્હી વિધાનસભામાં અસ્થાનાની નિમણુંકના વિરોધમાં આમ આદમી પાર્ટીએ એક દરખાસ્ત મૂકી હતી જેને મંજૂર કરવામાં આવી છે.

રાકેશ અસ્થાનાની નિમણૂકને લઈને કોંગ્રેસે પણ સવાલ ઉઠાવ્યા છે. વિપક્ષ નેતા અને ભાજપના ધારાસભ્ય રામવીર સિંહ બિઘુડીએ વિધાનસભા ગૃહમાં કહ્યું હતું કે, સત્તાધારી પાર્ટીના ધારાસભ્યો પાસે રાકેશ અસ્થાના વિશેની જાણકારીનો અભાવ લાગે છે.

તમને જણાવી દઈએ કે, વર્ષ 2001માં રાકેશ અસ્થાનાને શાનદાર સેવા માટે પોલીસ મેડલ આપવામાં આવ્યો હતો. વર્ષ 2009માં કોંગ્રેસની સરકાર હતી, તે વખતે પણ રાકેશ અસ્થાનાને પ્રેસિડન્ટ પોલીસ મેડલ આપવામાં આવ્યો હતો.

રાકેશ અસ્થાનાની તાજેતરમાં દિલ્હી પોલીસ કમિશ્નર તરીકે નિમણુંક કરવામાં આવી છે. અસ્થાના પહેલાં દિલ્હી પોલીસ કમિશ્નર તરીકે એસ.એન. શ્રીવાસ્તવ પદભાર સંભાળતા હતા, પરંતુ જૂન મહિનામાં તેમનો કાર્યકાળ પુરો થતો હતો.

એસ.એન. શ્રીવાસ્તવ પદભાર બાદ આઇપીએસ અધિકારી તરીકે બાલાજી શ્રીવાસ્તવની નિમણુંક કરવામાં આવી હતી. પરંતુ તે લાંબો સમય ટકી શક્યા નહીં. હવે રાકેશ અસ્થાનાને મોટી જવાબદારી સોંપીને દિલ્હી કમિશ્નર બનાવવામાં આવ્યા છે.

રાકેશ અસ્થાના આ પહેલા BSFમાં DGના પદ પર કાર્યરત હતા. રાકેશ અસ્થાના ગુજરાત કેડરના 1984 બેચના આઇપીએસ અધિકારી છે. BSFમાં DGની સાથે અસ્થાના NCB ચીફનો હોદ્દો પણ સંભાળતા હતા.

રાકેશ અસ્થાના જયારે CBIમાં હતા. ત્યારે તેમની સામે 2018માં કરોડો રૂપિયાની લાંચ લેવાનો આરોપ લાગ્યો હતો. તે સમયે સીબીઆઇ ડાયરેકટર આલોક વર્માએ તેમની સામે તપાસ કરી હતી. પરંતુ સરકારે આલોક વર્માને હટાવીને નાગેશ્વર રાવને સીબીઆઇમાં ડાયરેકટર બનાવી દીધા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *