ભાજપ અને કોંગ્રેસને હરાવવા માટે AAPનો માસ્ટર સ્ટ્રોક, જાણો શું કરી તૈયારી…

ગુજરાતમાં આમ આદમી પાર્ટી 27 બેઠકો પર જીત્યા બાદ આપના નગરસેવકો કાર્યરત થયા છે. તેના કાર્યને જોઈ અનેક લોકો તેની સાથે જોડાઇ રહ્યા છે. હાલ રાજ્યમાં આમ આદમી પાર્ટીનો દબદબો જોવા મળી રહ્યો છે. ત્યારે ટૂંક સમયમાં પંજાબમાં વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે. જેને લઇને આમ આદમી પાર્ટી માસ્ટર સ્ટ્રોકની તૈયારીમાં છે.

પંજાબમાં વિધાનસભાની ચૂંટણીને લઇને દરેક પાર્ટીઓએ પોતપોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે આમ આદમી પાર્ટી પણ પંજાબ માટે સક્રિય થઇ ગઇ છે. વિધાનસભાની ચૂંટણી માટે ટુંક સમયમાં મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરશે.

અરવિંદ કેજરીવાલે રવિવારે પોતાના ધારાસભ્યો અને પ્રમુખો સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં પંજાબ વિધાનસભાની ચૂંટણી બાબતે ચર્ચા થઇ હતી. આ બેઠક બાદ લાગી રહ્યું છે કે, ટૂંક સમયમાં મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કરવામાં આવશે.

આમ આદમી પાર્ટી પંજાબના પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ ભગવંત માને કહ્યું કે, પંજાબમાં 2022માં થનારી વિધાનસભાની ચૂંટણીની રણનીતી બાબતે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. પંજાબના આપના ધારાસભ્યો પાસેથી તમામ ગામો અને બૂથની વિગત મેળવવામાં આવી હતી.

ભગવંત માને વધુમાં કહ્યું કે, 2017માં અમે જે ભુલો કરી હતી. તે ભૂલો 2022ની ચૂંટણીમાં ન થાય તેનું ધ્યાન રાખવામાં આવશે. રાજકારણથી ઉપર ઉઠીને આમ આદમી પાર્ટી ખેડૂતોની સેવા કરશે. આગામી સમયમાં ખેડૂતોને લઇને પણ મોટી જાહેરાત થઈ શકે છે.

બેઠક બાદ અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, બેઠકમાં ચર્ચા થયા મુજબ પંજાબ વિધાનસભાની ચૂંટણી માટે મુખ્યમંત્રીના ચહેરાની ટુંક સમયમાં જાહેરાત કરવામાં આવશે. કેજરીવાલએ વાતથી ખુશ છે કે પંજાબમાં આપ ઘણું સારું કામ કરી રહી છે, લોકોનો સપોર્ટ પણ મળી રહ્યો છે એટલે તેઓ ચૂંટણી માટે એકદમ ઉત્સાહિત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *