વાડીમાં સૂતો હતો યુવક અને અચાનક જ આવી ગયો સિંહ ને પછી…

આ ઘટના જૂનાગઢ જિલ્લાના કાથરોટા ગામ માંથી સામે આવી છે. અહીં રાત્રિના સમયે એક યુવક વાડીમાં સૂતો હતો. ત્યારે સિંહે તેના પર હુમલો કર્યો હતો. જોકે યુવક બુમાબુમ કરવા લાગતા સિંહ ત્યાંથી ભાગી ગયો હતો. યુવકને માથા અને શરીરના ભાગ પર ઇજા પહોંચી છે.

સિંહના હુમલાથી ઇજાગ્રસ્ત થયેલ યુવાન…

ત્યાર બાદ યુવકને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આવી ઘટનાઓ ગ્રામ્ય વિસ્તારમાંથી અવારનવાર સામે આવતી જ રહે છે. જેનાથી લોકોમાં ભયનો માહોલ ફેલાઈ છે. આવી જ એક અન્ય ઘટના અમરેલી જિલ્લાના ચલાલા ગામેથી સામે આવી છે.

દીપડાના હુમલાથી ઇજાગ્રસ્ત થયેલ મહિલા…

અહીં એક મહિલા પર દીપડાએ હુમલો કર્યો હતો. મોડી રાત્રે દીપડાએ હુમલો કર્યો હતો. વાડીમાં સૂતેલ શ્રમિક મહિલા પર મોડી રાત્રે દીપડાએ હુમલો કર્યો હતો. આ હુમલામાં મહિલાને ગળાના ભાગે ઈજા પહોંચી હતી. ત્યારબાદ તેને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

એવી માન્યતા છે કે જ્યાં સુધી સિંહ કે દીપડાને કોઈ પણ પ્રકારની છેડતી કરવામાં ન આવે ત્યાં સુધી તે હુમલો કરતો નથી. પરંતુ અહીં રાત્રિના સમયે સૂતેલા માણસો પર હુમલો કરતા ગામના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *