કોરોનાની ચેઇન તોડવા માટે અહીંની રાજ્ય સરકારે લગાવ્યું 10 દિવસનું લોકડાઉન…
ચીનમાંથી શરૂ થયેલ કોરોનાવાયરસએ સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. ભારતમાં હાલ કોરોનાના નવા કેસોમાં ઘટાડો થયો છે. પરંતુ કોરોનાની ત્રીજી લહેર આવતાની સાથે જ ફરી એક વખત કોરોનાના નવા કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. આ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ચિંતા વ્યક્ત કરી છે.
મળતી માહિતી મુજબ, મણિપુરમાં છેલ્લા ઘણા સમયથી કોરોના નવા કેસોમાં વધારો થઈ રહ્યો છે. જેને કારણે તેને રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના ચેઇનને તોડવા માટે 10 દિવસનું લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. જે 18 જુલાઈથી લાગુ પડશે.
સમગ્ર વિશ્વમાં કોરોનાની ત્રીજી લહેર આવે તેવી શક્યતાઓ છે. જેને કારણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના 6 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી તેને કોરોનાની ત્રીજી લહેરને લઈ સાવધાન કર્યા હતા. અનલોક બાદની તસવીરો જોઈ નરેન્દ્ર મોદીએ સચેત રહેવા સૂચના આપી હતી.
આ બધાની વચ્ચે મણીપુર રાજ્યમાં 10 દિવસનું લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. જે 18 જુલાઈથી લાગુ થશે. મણીપુર રાજ્યમાં નવા ઘણા બધા કેસો સામે આવ્યા છે. તેથી કોરોનાની ચેઇન તોડવા માટે આ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.
In view of the Covid situation in the State, there’ll be a strict curfew from 18-28 July. All institutions, except the essential services, will remain closed. Further, only the people coming out for vaccination & testing will be permitted to venture out.@PMOIndia @narendramodi
— N.Biren Singh (@NBirenSingh) July 15, 2021
કોરોનાની બીજી લહેર હજુ શાંત થઈ છે કે લોકોમાં કોરોનાની ત્રીજી લહેરને લઈ ડર જોવા મળી રહ્યો છે. નરેન્દ્ર મોદીએ છ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે એક મિટિંગ કરી હતી. જેમાં અમિત શાહ પણ હાજર રહ્યા હતા. આ મીટિંગ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, કોરોનાની ત્રીજી લહેર આવે આશંકા વિશ્વભરમાં વ્યક્ત કરવામાં આવી રહી છે. જે એક ચિંતાનો વિષય છે.
મહારાષ્ટ્ર અને કેરળમાં નવા કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને ઓરિસ્સામાં પણ નવા કેસોમાં વધારો થઈ રહ્યો છે. વીતેલા સપ્તાહે અંદાજે 40 ટકા નવા કેસો આ 6 રાજ્યમાંથી આવ્યા છે. જેને કારણે નરેન્દ્ર મોદીએ આ 6 રાજ્યોના મંત્રીઓ સાથે મીટિંગ કરી હતી.