સુરત : તક્ષશિલા અગ્નિકાંડ ને લઇ ડૉક્ટરે કર્યો મોટો ખુલાસો કહ્યું કે…

તક્ષશિલા અગ્નિ કાંડમાં બિલ્ડર જીગ્નેશ પાઘડાળ, સવજી પાઘડાળ, હરસુખ વેકરીયા, રવિન્દ્ર કહાર ઉપરાંત ટ્યુશન સંચાલક ભાર્ગવ બુટાણી અને અન્ય અધિકારીઓ સામે ચાર્જશીટ ફાઇલ થઇ હતી. ત્યારબાદ મૃત બાળકોનું પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરની કોર્ટમાં ઉલટ તપાસ કરાઇ હતી.

તક્ષશિલા અગ્નિ કાંડમાં 14 આરોપી સામે ચાર્જફ્રેમ થયા બાદ શુક્રવારથી ન્યાય પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. પાંચ વિદ્યાર્થીનું પોસ્ટમોર્ટમ કરનારા ડોક્ટરની અઢી કલાક સુધી સર ઊલટ તપાસ કરાઇ હતી. ઊલટ તપાસમાં ડોક્ટરને બચાવ પક્ષના વકીલે 60 સવાલ કર્યા હતા.

પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરનું કહેવું છે કે, તક્ષશિલા અગ્નિ કાંડમાં મૃત્યુ પામેલા બાળકોની લાશો એવી હતી કે કોઈ કઠણ કાળજા વાળો વ્યક્તિ પણ કંપી ઊઠે. કીકી ઝાંખી થયેલી હતી અને ફેફસા ફૂલી ગયા હતા. મગજ પણ નરમ થઇ ગયા હતા.

આ ડોક્ટરના નિવેદન બાદ હવે આગામી 27મી જુલાઈના રોજ વધુ એક ડૉક્ટરની સર ઊલટ તપાસ કરવામાં આવશે. સર તપાસ દરમિયાન ડોક્ટરે વિદ્યાર્થીઓના શબની જે સ્થિતિ બતાવી તે દયનીય હતી. શુક્રવારે થયેલ કોર્ટ પ્રોસિજર દરમિયાન વાલીઓ પણ કોર્ટ રૂમની બહાર હાજર હતા.

શુક્રવારે સવારે 11 વાગ્યે ડોક્ટર જુબાની માટે કોર્ટમાં હાજર થયા હતા. જેમાં સ્પે. PPPN પરમાર અને ફરિયાદ પક્ષના વકીલ પિયુષ માંગુકિયા હાજર હતા. ડોક્ટરે જે પીએ કર્યા હતા તેની સ્થિતિ જણાવતા કહ્યું કે, કીકી ઝાંખી થઈ ગઈ હતી. ફેફસા ફૂલી ગયા હતા. મગજ પણ નરમ થઇ ગયા હતા. માથામાં સાડા ચાર ઈંચનો ઘા હતો.

ડોક્ટરનું કહેવું છે કે, પાંચેય પીએમ મે એકલાએ કર્યા છે. બોડી કેટલા ટકા બળી જાય તો માણસ ગુજરી જાય એ હું કહી શકું નહીં. પરંતુ જો વાઝોવેઝલ શોકમાં માણસ કઈ અસાધારણ જુએ અથવા તો આગ લાગે અને બહાર નહીં નીકળી શકવાનો આઘાત વાઝોવેઝલ શોખથી મૃત્યુ લાવી શકે છે. ડોક્ટરના આ નિવેદન બાદ હવે આગામી 27 જુલાઇના રોજ વધુ એક ડૉક્ટર ની સર ઊલટ તપાસ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *