ચોંકાવનારો ખુલાસો સ્વીટી પટેલે બે નહીં પરંતુ કર્યા હતા આટલા લગ્ન…
સ્વીટી પટેલ કેસમાં વધુ એક ખુલાસો થયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સ્વીટી પટેલ કેસનો ભેદ ઉકેલ્યા બાદ મોટી બહેનની હત્યાના ગુનામાં નાના ભાઈએ બનેવી અને તેના મિત્ર સામે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વધુ તપાસ હાથ ધરી હતી.
સ્વીટી પટેલ મર્ડર કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તેના પતિ અજય દેસાઈની અને તેના મિત્ર કિરીટ સિંહ જાડેજાની રવિવારે સાંજે ધરપકડ કરી હતી.ત્યાર બાદ અજય અને કિરીટને રિમાન્ડ પર લેવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ આગળની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડી.બી.બારડને સોંપાઈ હતી.
મળતી માહિતી અનુસાર ક્રાઇમ બ્રાન્ચની ટીમે સિવિલ હોસ્પિટલમાં અટાલી થી મળેલા માનવ હાડકાનું ફરી પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું. જેમાં ખોપરી, ડાબા-જમણા પગના હાડકા અને અન્ય 17 જેટલા ટુકડાઓ નું પોસ્ટ મોર્ટમ સાત કલાક સુધી થયું હતું. જોકે આ તમામ રિપોર્ટ હાલ પેન્ડીંગ માં છે.
પોલીસે જીપ કમ્પાસ કાર અને કરજણના મકાનમાંથી ઓસીકા કબજે કર્યા હતા. બાથરૂમના સ્નિક માંથી મળેલા લોહીના નમૂના અંગે પણ હજુ સુધી કોઈ ખુલાસો થયો નથી. કિરીટ સરેન્ડર કરી દેતા અજય ભાગી ગયો હતો. ગઈકાલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મૃતક સ્વીટીના ભાઇ જયદીપ અને ભવદીપને બોલાવ્યા હતા.
પોલીસે આ બંને ભાઈઓને અજય પાસે બેસાડ્યા હતા. ત્યારબાદ અજયે ગાયકવાડ હવેલીમાં બનેલ સ્વીટી હત્યાકાંડનો સિલસિલો કહ્યો હતો. ઉલ્લેખનીય છે કે અજય અને કિરીટ સામે કરજણમાં રવિવારે મોડી રાત્રે IPC 302, 201, 114 મુજબ ગુનો નોંધાયો હતો.
મળતી માહિતી મુજબ, સ્વીટીએ બે નહીં પરંતુ ત્રણ લગ્ન કર્યા હતા. વર્ષ 2001માં ક્રિકેટર પંડ્યા બંધુઓના પિતરાઈ હિતેશ સાથે લવ મેરેજ કર્યા હતા. વર્ષ 2013માં સ્વીટી અને હિતેશના છૂટાછેડા થયા હતા. વર્ષ 2014માં સ્વીટી પટેલે કમલ પટેલ સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ સ્વીટી પટેલ વર્ષ 2015માં અજય દેસાઈના સંપર્કમાં આવી હતી. વર્ષ 2016માં સ્વીટીએ કમલેશ સાથે પણ છૂટાછેડા કરી લીધા હતા. ત્યારબાદ વર્ષ 2017માં સ્વીટીએ અજય સાથે લગ્ન કર્યા હતા.