પોલીસની દાદાગીરી, યુવકને માર મારતા યુવક મરી ગયો તો લાશને નહેરમાં ફેંકી…-જુઓ વિડિયો

દિલ્હીના ન્યૂ અશોકનગર વિસ્તારમાં હત્યાના આરોપમાં એક કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, એક ગુમ થયેલા યુવકની લાશ કેનાલ માંથી મળી આવી હતી. આ કેસની તપાસ દરમિયાન દિલ્હી પોલીસના હાથે એક વીડિયો લાગ્યો હતો.

આ વીડિયામાં જોઇ શકાય છે કે, ન્યૂ અશોકનગર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ મોનુ સિરોહી એક યુવકને માર મારી રહ્યો છે. ત્યારબાદ ઘાયલ યુવકને કોન્સ્ટેબલ મોનુએ પોતાના દોસ્તોની મદદથી કારમાં નાખતો દેખાય છે. બાદમાં આ યુવકની ઓળખ અજીત તરીકે થઈ હતી.

અજિત દિલ્હીના કોડલી વિસ્તારનો રહેવાસી છે. 13 જૂને અજિતના પરિવારજનોએ દિલ્હીના ન્યૂ અશોક નગર પોલીસ સ્ટેશનમાં યુવકની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. આરોપ છે કે એસએચઓએ એ અપહરણની ફરિયાદ નોંધી ન હતી અને તપાસમાં પણ બેદરકારી દાખવી હતી.

આ સમગ્ર ઘટના અને આરોપો બાદ એસએચઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસે કોન્સ્ટેબલ મોનૂ સિંરોહીની ધરપકડ કરી લીધી છે. ધરપકડ બાદ મોનૂએ ખુલાસો કર્યો છે કે અજીતને તેણે ખરાબ રીતે માર માર્યો હતો. જેના કારણે તેનું મોત નીપજ્યું હતું.

ત્યાર બાદ પકડાઈ જવાના ડરથી કોન્સ્ટેબલ મોનીએ લાશને પોતાની સફેદ રંગની સિફ્ટ કારમાં મુરાદનગરની ગંગનગરમાં ઠેકાણે લગાડી લીધી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક ભાગી જાય છે. પરંતુ એક યુવક ફસાઈ જાય છે. યુવકને મરનાર બીજું કોઈ નહીં પરંતુ દિલ્હી પોલીસનો કોન્સ્ટેબલ મોનૂ સિરોહી છે.

જુઓ વીડિયો :-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *