તાલિબાન પર મોદીનો હુંકાર કહ્યું કે, આતંક દ્વારા ઉભું કરવામાં આવેલું સામ્રાજ્ય…

પીએમ મોદી આજે ગુજરાતના સોમનાથ મંદિર ખાતે આયોજિત એક કાર્યક્રમમાં વર્ચ્યુઅલી હાજર રહ્યા હતા. આ દરમ્યાન પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, આસ્થાને આતંકથી કચડી નથી શકતી. આતંકના દમ પર સામ્રાજ્ય ઉભું કરનાર લોકોનું અસ્તિત્વ વધુ દિવસ નથી ટકતું.

પીએમ મોદીના આ નિવેદનને અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા સંકટ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. આ નિવેદન દ્વારા પીએમ મોદીએ તાલિબાનને સીધો કડક શબ્દોમાં સંદેશ આપ્યો છે.

પીએમ મોદીએ કહ્યું કે, આસ્થાને આતંકથી કચડી નથી શકાતી. સોમનાથ મંદિરને અનેક વાર તોડવામાં આવ્યું હતું. તેને નિશાન બનાવવામાં આવ્યું હતું. તેમ છતાં દર વખતે મંદિર ફરી ઉભું થઇ ગયું અને દુનિયા માટે આ સૌથી મોટું ઉદાહરણ છે. જો દુનિયામાં તોડનારી શક્તિઓ છે. તો તેને જોડનારી શક્તિઓ પણ છે.

તેમણે વધુમાં કહ્યું કે, જે આતંકના દમ પર સામ્રાજ્ય ઉભું કરવાની વિચારધારા છે તે કોઈપણ સમયે થોડા સમય માટે ભલે હાવી થઇ જાય પરંતુ તેનું અસ્તિત્વ ક્યારેય સ્થાયી રહેતું નથી. તે વધુ સમય માટે માનવતાને દબાવીને નથી રાખી શકતી.

તમને જણાવી દઈએ કે, ભારત સરકાર તરફથી અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજ આવવાને લઈને કોઈ સત્તાવાર નિવેદન નથી આપવામાં આવ્યું પરંતુ ભારત હાલ અફઘાનિસ્તાનમાં ચાલી રહેલ હલચલ પર નજર રાખી રહ્યું છે. ભારતનું સંપૂર્ણ ધ્યાન ત્યાં ફસાયેલ ભારતીયોને ત્યાંથી સુરક્ષિત પરત કઈ રીતે લાવવા તેના પર છે.

ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાન પર તાલિબાનની સત્તા આવ્યા બાદ ભારતે પોતાના દૂતાવાસથી પોતાના માણસોને પરત બોલાવી લીધા હતા. હવે અહીં ફસાયેલ ભારતીયોને પરત લાવવાના પ્રયાસ ચાલી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *