મેડિકલ એજ્યુકેશનમાં અનામતને લઇને મોદી સરકારનો ઐતિહાસિક નિર્ણય, OBC અને EWSને થશે ફાયદો…
મેડિકલ એજ્યુકેશનમાં અનામતને લઈને ગુરુવારે મોદી સરકારે ઐતિહાસિક નિર્ણય લીધો છે. મેડિકલ એજ્યુકેશનમાં OBC અને EWSને અનામત આપવામાં આવશે. OBCને 27 ટકા અને EWSને 10 ટકા અનામત આપવામાં આવશે. આ જાણકારી કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને આપી છે.

નરેન્દ્ર મોદીએ જાણકારી આપતા કહ્યું છે કે, આ નિર્ણય મેડિકલ ફિલ્ડમાં આવનારા વિદ્યાર્થીઓને ખુબ જ મદદગાર સાબિત થશે.
આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરી જાણ કરી કે કેન્દ્ર સરકારે મેડિકલ સેક્ટરમાં એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે ઓલ ઈન્ડીયા કોટા હેળ અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, મેડિકલ તથા ડેન્ટલ શિક્ષણમાં OBC સમૂદાયના વિદ્યાર્થીઓ માટે 27 ટકા તથા EWS સમૂદાયના વિદ્યાર્થીઓ માટે 10 ટકા અનામત આપવામાં આવશે.

મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને આપી જાણકારી.
આ નિર્ણયથી લગભગ 5550 વિદ્યાર્થીઓને લાભ થશે. આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે, સરકાર ઓબીસી અને ઇડબ્લ્યુએસ બંને વર્ગોને અનામત આપવા માટે પ્રતિબદ્ધ છે.
દર વર્ષે એમબીબીએસમાં લગભગ 1500 ઓબીસી વિદ્યાર્થીઓ અને અનુસ્નાતકના 2500 ઓબીસી વિદ્યાર્થીઓ લાભ મેળવી શકશે. આ ઉપરાંત એમબીબીએસમાં આશરે 550 ઇડબ્લ્યુએસ વિદ્યાર્થીઓ અને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં 1000 ઇડબ્લ્યુએસ વિદ્યાર્થીઓ લાભ થઈ શકે છે.