મેઘ બેફામ : આગામી 5 દિવસ દક્ષિણ ગુજરાતના આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી…

રાજ્યમાં મેઘરાજાની નવી ઈનિંગ ધમાકેદાર રીતે શરૂ થઈ છે. દરિયાકાંઠે સર્જાયેલા લો પ્રેશર અને સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાતમાં 11 ઈંચ સુધી વરસાદ ખાબક્યો હતો. વલસાડ જિલ્લાના ઉમરાળા ગામમાં 11 ઇંચ તથા વાપી અને દમણમાં પણ 9-9 ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાઇ ગયા હતા.

મોડી સાંજે વડોદરા, પંચમહાલમાં પણ વરસાદ થયો હતો. અમદાવાદમાં આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. પરંતુ વરસાદની આશા ઠગારી નીકળી હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં 23 ટકા વરસાદ થયો છે.

ગત વર્ષે 18 જુલાઈ સુધી રાજ્યમાં 36% વરસાદ થયો હતો. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 13 ટકા ઓછો વરસાદ થયો છે. સરેરાશની સામે રાજ્યમાં 39 ટકાની ધટ છે. રાજ્યમાં 33 માંથી 32 જિલ્લાઓમાં સરેરાશથી ઓછો વરસાદ છે.

તાપીમાં સરેરાશથી 73% ગાંધીનગરમાં 69% દાહોદમાં 61% વરસાદની ઘટ છે. 9 જિલ્લાઓમાં વરસાદની 50%થી પણ વધારે ઘટથી ચિંતા વધી છે. છેલ્લા 6 વર્ષની સરખામણીએ આ વર્ષે જુલાઈમાં સૌથી ઓછો વરસાદ પડયો છે.

રાજ્યમાં અત્યાર સુધી 13 ટકાથી ઓછો વરસાદ પડયો છે. 9 જિલ્લાઓમાં વરસાદની 50 ટકાથી વધારે ઘટ છે. ગઈકાલે સૌથી વધારે ઉમરાગામમાં 11 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે ગણદેવી અને દમણમાં 9.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો.

વાપીમાં 9 ઇંચ, ચીખલી અને જલાલપોર 8 ઇંચ, નવસારી અને ખેરગામમાં 7.5 ઇંચ, વલસાડમાં 6 ઇંચ, તિલકવાડા અને કામરેજમાં 4.5 ઇંચ, બારડોલી અને કપરાડામાં 4 ઇંચ, ધરમપુર, પારડી અને દેડિયાપાડામાં 3.5 ઇંચ, નર્મદા, જામનગર, દ્વારકા સુરત, અંકલેશ્વર, શિનોર, સાગબારામાં 2 ઇંચ, વાંસદામાં 1 ઇંચ વરસાદ ખાબક્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *