મોટી દુર્ઘટના : લોખંડના સળીયા ભરેલો ટ્રક પલ્ટી મારી જતા થયા આટલા લોકોના મોત, JCBથી મૃતદેહો બહાર કઢાયા…

મહારાષ્ટ્રના બુલઢાણામાં લોખંડના સળિયા ભરેલી ટ્રક પલટી ખાતા 13 લોકોના મોત થયા છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, સમૃદ્ધિ હાઇવે પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે, સવારે 11 વાગ્યાની આસપાસ મજૂરો એક વાહનમાં જઈ રહ્યા હતા, તે દરમિયાન ડ્રાઈવરે તેનું સંતુલન ગુમાવ્યું અને મીની ટ્રક પલટી ગઈ હતી. આ ટ્રક પર 16 લોકો બેઠેલા હતા. ઘટનામાં જીવીત 3માંથી 2 લોકોને જાલનાની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસના જણાવ્યા મુજબ, હાઈવેના તાડેગામ-દસરબીડ સેક્શનથી પસાર થતી વખતે ટ્રકની સ્પીડ ખૂબ વધારે હતી અને તેના પર વજન પણ વધારે હતું. તેથી ટ્રક બેકાબુ થઈને પલટી ખાઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ, ડ્રાઈવરની બેદરકારીને કારણે અકસ્માત સર્જાયો હતો. મોટાભાગના મૃતકો યુપી અને બિહારના કામદારો હોવાનું સામે આવ્યું છે.

એક અધિકારીના જણાવ્યા મુજબ, વાહનમાં 16 લોકો હતા. જે હાઈવે પર આ ઘટના બની હતી તેનું નામ હિન્દુ હ્રદય સમ્રાટ બાલાસાહેબ ઠાકરે સ્મૃતિ હાઈવે છે. અકસ્માતનો ભોગ બનેલા લોકોને નાગપુર-મુંબઈ સમૃદ્ધિ એક્સપ્રેસ વે પ્રોજેક્ટના કામ માટે લઈ જવામાં આવી રહ્યા હતા. આ ટ્રક હાઇવે માટે સ્ટીલનું પરિવહન કરતો હતો.

ટ્રક પલટી ખાધા પછી સળિયા નીચે દબાવાના કારણે 8 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે બાકીના લોકોના સારવાર દરમિયાન મોત થયા હતા. જે લોકોના મોત થયા છે. તેઓ મજૂરીકામ માટે યુપી બિહારથી મજુરી માટે મહારાષ્ટ્ર આવ્યા હતા.

16 માંથી બચેલા એક મજૂરે કહ્યું કે, રસ્તા પર પાણી હતું અને પાછળથી આવતી એક બસને સાઈડ આપતી વખતે ટ્રક નંબર MH 11 CH 3728નું એક ટાયર કિચડમાં ફસાઈ ગયું હતું. ટ્રકની સ્પીડ વધારે હોવાના કારણે ટ્રક પલટી ખાઈ ગયો હતો. ટ્રકમાં લોખંડના હજારો નાના-નાના ટુકડાઓ હતા. ગાડી પલટી ખાતા દરેક 16 મજૂરો ટ્રક નીચે ફસાઈ ગયા હતા. જે મજૂરો ઉપરની સાઈડ બેઠા હતા તે મજૂરો બચી ગયા હતા. બાકી જે મજૂરો નીચેના ભાગે બેઠા હતા તેઓ ટ્રક નીચે દબાઈ ગયા હતા.

કિંગાંવ રાજા પોલીસ સ્ટેશનના ઈન્સપેક્ટર સોમનાથ પવારે કહ્યું કે, લોખંડના સળીયા લઈને આ ટ્રક તાડેગામમાં એક રોડ નિર્માણ સાઈડ પર જઈ રહ્યું હતું. આ ટ્રકમાં જે સળિયા ભરવામાં આવ્યા હતા તેનો ઉપયોગ સમૃદ્ધી હાઈવે પર બનનાર એક બ્રીજમાં થવાનો હતો. જોકે અત્યાર સુધી મૃતકોના નામ જાણવા મળ્યા નથી. આ ઘટનામાં 13 લોકોના મોત થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *