મોટી દુર્ધટના : મોડી રાત્રે બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં 18 લોકોના કમકમાટી ભર્યા મોત…

આ ધટના ઉત્તર પ્રદેશના બારાબંકી માંથી સામે આવી છે. અહીં મોડી રાત્રે એક મોટી દુર્ઘટના બની છે. લખનઉ-અયોધ્યા હાઇવે પર રોડ કિનારે એક ખરાબ થયેલી ડબલ ડેકર બસ ઉભી હતી. ત્યારે લખનઉ તરફ જઈ રહેલા ટ્રેલરે તેને પાછળથી જોરદાર ટક્કર મારી દીધી. બસમાં સૂઈ રહેલા લોકો તેની ઝપટમાં આવી ગયા છે.

આ ઘટના મોડી રાત્રે બની હોવાથી બસમાં સવાર અને તેની નીચે સૂઈ રહેલા લોકો તેને ઝપટમાં આવી ગયા હતા. બસ અને ટ્રેલર વચ્ચે ની ટક્કર એટલી જોરદાર હતી કે દુર્ઘટનામાં લગભગ 18 લોકોનાં કરૂણ મોત થયા છે. જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે.

ઘાયલ થયેલા લોકોને પ્રાથમિક સારવાર આપયા બાદ ત્યારબાદ ગંભીર રીતે ઘાયલોને ટ્રોમા સેન્ટર લખનઉ રેફર કરવામાં આવ્યા છે. આ અકસ્માત લખનઉ-અયોધ્યા હાઇવે પર આવેલ કલ્યાણી નદીના પુલ પર થયો હતો.

મળતી માહિતી મુજબ, પુલ પર ખરાબ થયેલી ડબલ ડેકર બસ ઉભી હતી. ત્યારે અચાનક પાછળથી લખનઉ તરફ જઈ રહેલા ટ્રક-ટ્રેલરે જોરદાર ટક્કર મારી દીધી હતી. તેના કારણે બસમાં સવાર અને તેની નીચે સૂઈ રહેલા લોકો આ અકસ્માતની ઝપેટમાં આવ્યા હતા.

બસ અને ટ્રેલર વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે 11 મુસાફરોના તો સ્થળે જ મોત થઈ ચુક્યા હતા. જ્યારે બીજા 7 લોકોના મોત જિલ્લા હોસ્પિટલ ખાતે લઈ જતાં દરમિયાન રસ્તામાં થયા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 18 લોકોનાં મોત થયા છે. અને હજી પણ અનેક લોકો ઘાયલ છે.

ઘટનાની જાણ પોલીસને થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ત્યારબાદ પોલીસ ટીમે સ્થાનિક લોકોની મદદથી લાશોને હાઇવેથી હટાવી અને ઘાયલોને હૉસ્પિટલ ખાતે ખસેડયા હતા. મળતી માહિતી મુજબ આ બસ હરિયાણા થી બિહાર જતી હતી. એક્શન તૂટી જવાને કારણે બસ કલ્યાણી નદીની પાસે ખરાબ થઈ ગઈ હતી.

બસ ખરાબ થઈ જતા મુસાફરો બસમાંથી નીચે ઉતરીને નીચે, આગળ અને પાછળ સુઈ ગયા હતા. આ દરમિયાન લખનઉ તરફથી આવી રહેલી ટ્રકે બસને જોરદાર ટક્કર મારી હતી. તેના કારણે ઘટનાસ્થળે જ 11 લોકોના કમકમાટીભર્યા મોત થયા હતા જ્યારે બીજા સાત લોકોના મોત જિલ્લા હોસ્પિટલ ખાતે લઈ જતાં દરમિયાન રસ્તામાં થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *