‘પ્રશ્ન નહીં ઉકેલાય તો મેયર મહેલમાં રહેવા માટે જતાં રહીશું,’ ગોતાલાવાડી ટેનામેન્ટના રહીશોનો મોરચો…

ગોતાલાવાડી ટેનામેન્ટના લોકોએ સોમવારે પાલિકા ખાતે મોરચો માંડી કમિશનર, શાસકોને આવેદનપત્ર પાઠવ્યું છે તથા 15 દિવસમાં પ્રશ્નનો યોગ્ય નિકાલ નહીં આવશે તો સહ પરિવાર મહેલમાં રહેવા જતા રહેવાનું અલ્ટીમેટમ પણ આપ્યું છે.

કતારગામ ગોતાલાવાડી ટેનામેન્ટ રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પાલિકાના અણધડ અધિકારીઓના પાપે ખોરંભે પડયો છે. ટેનામેન્ટ તૂટી ગયું છે. 1304 અસરગ્રસ્ત પરિવારજનો ભાડેથી રહેતા હતા. પરંતુ ભાડું પણ બંધ થઈ જતા કફોડી પરિસ્થિતિમાં મુકાઇ ગયા છે.

ઘણા ખરા પરિવારજનો બ્રિજ નીચે રહેવા માટે પણ મજબૂર બન્યા છે. અગાઉ પાલિકાએ ઇજારદારની સિક્યુરિટી ડિપોઝિટ જપ્ત કરી તેમાંથી ભાડું ચૂકવ્યું હતું. પરંતુ ત્યારબાદ ઇજારદારના અન્ય પ્રોજેક્ટની સિક્યુરિટી ડિપોઝિટ પણ જપ્ત કરી તેમાંથી ભાડુ ચૂકવવા માટે તંત્ર તૈયારી કરી હતી.

જોકે, સ્થાયી સમિતિએ કોર્ટ મેટર હોવાનું કારણ આગળ ધરી દઇ દરખાસ્ત મુલતવી કરી દેતાં ભાડાં આપવા સામે બ્રેક લાગી ગઇ હતી. આ સમગ્ર ઘટના બાદ સોમવારે પાલિકા ખાતે મોરચો માંડી કમિશનર, શાસકોને આવેદનપત્ર પાઠવ્યું છે.

તથા આ લોકો દ્વારા કમિશનર અને શાસકો અને સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, 15 દિવસમાં પ્રશ્નનો યોગ્ય નિકાલ નહીં આવશે તો સહ પરિવાર મેયર મહેલમાં રહેવા માટે જતાં રહીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *