હાઈપ્રોફાઈલ કેસના જજને રીક્ષા ટક્કર મારીને જતી રહી, ઘટના CCTVમાં કેદ… – જુઓ વિડિયો

આ ઘટના ઝારખંડના ઇન્ડસ્ટ્રીયલ શહેર ધનબાદ માંથી સામે આવી છે. સવારના સમયે રસ્તાની ડાબી બાજુ એક વ્યક્તિ જોગિંગ કરી રહ્યો છે. ત્યારે અચાનક જ પાછળથી એક રીક્ષા આવી તેના ટક્કર મારીને જતી રહે છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જાય છે. આ વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ ધનબાદના જજ ઉત્તમ આનંદ હતા.

વીડિયામાં જોઈ શકાય છે કે, ચાલી રહેલા વ્યક્તિને રીક્ષા પાછળથી ટક્કર મારે છે અને પછી વિચારવા જેવી બાબત તો એ છે કે રિક્ષા ઊભી રહેતી નથી. વ્યક્તિના ટક્કર માર્યા બાદ રીક્ષા એકદમ સ્પીડમાં ખાલી રસ્તા પર આગળ નીકળી જાય છે.

આ ઘટના બાદ લોકો તેને દુર્ઘટના બતાવી રહ્યા હતા. પરંતુ સીસીટીવીનો વીડિયો જોયા બાદ તે ષડયંત્ર તરફ ઇશારો કરી રહ્યો છે. વિડીયો જોયા બાદ સ્પષ્ટ થાય છે કે, જજ ઉત્તમ આનંદને જાણીજોઈને રીક્ષા દ્વારા ટક્કર મારવામાં આવી હશે.

દરરોજની જેમ જજ પોતાના નિવાસસ્થાનેથી જોગિંગ માટે નીકળ્યા હતા. તે દરમિયાન રણધીર વર્મા ચોકની આગળ ન્યૂ જજ કોલોની પાસે એક રિક્ષાએ તેને ટક્કર મારી ફરાર થઈ ગઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

રસ્તામાંથી પસાર થઈ રહેલા એક વ્યક્તિએ તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડયા હતા. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે.

જુઓ વીડિયો :-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *