સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આગામી પાંચ દિવસ ધોધમાર વરસાદ પડવાની આગાહી…

રાજ્યમાં આ વર્ષે ઓછો વરસાદ પડયો છે પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ આગળના પાંચ દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. લો પ્રેશર સક્રિય થતા રાજ્યમાં મેઘમહેર પાંચ દિવસ યથાવત રહેશે.

આગામી 24 કલાક સુધી મધ્યગુજરાત અને ઉત્તરગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર અને કચ્છ સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ડાંગ, તાપી, નર્મદા, દિવ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, જામનગર, પોરબંદર અને ભાવનગર સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

આ ઉપરાંત 29 જુલાઇના રોજ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને કારણે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચનાઓ આપવામાં આવી છે.

રાજ્યમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં ખાબક્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 10.77 ઈંચ સાથે સિઝનનો 32.58 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 20.23 ઈંચ વરસાદ ખાબક્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *