દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના આ વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી…

વરસાદને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યના અનેક તાલુકામાં ધોધમાર વરસાદ પડે તેવી શક્યતાઓ છે. રાજ્યમાં હાલ ચોમાસુ જામી ગયું છે. ત્યારે વરસાદને લઇ એક મોટા સમાચાર આવ્યા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

આગામી બે કે ત્રણ દિવસ ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત, નવસારી સહિતના જિલ્લા અને તાલુકાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, આજે ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડે તેવી શક્યતાઓ છે. જ્યારે વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત, નવસારી, ડાંગ અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલી અને ગીર સોમનાથ સહિત જૂનાગઢમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

વરસાદને લઇ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં આજે વાદછાયું વાતાવરણ રહેશે. જોકે કેટલાક ભાગોમાં છુટોછવાયો વરસાદ પડી શકે છે. રાજ્ય અને જિલ્લાઓમાં સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં વરસાદ પડતા ખેડૂતોની ચિંતામાં ઘટાડો થયો છે. હજી વધારે વરસાદ પડે તેવી અપેક્ષાઓ ખેડૂતો રાખી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *