બિગ બ્રેકીંગ : રાજ્યના આ 8 મહાનગરમાં રાત્રી કર્ફ્યુ લાગુ, શાળા કોલેજોને અપાઇ મંજૂરી, જાણો નવી ગાઇડલાઇન્સ…

રાજ્યમાં આજે કોર કમિટીની મીટિંગ બોલાવવામાં આવી હતી. જેમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ, રાજકોટ, સુરત, ભાવનગર, વડોદરા, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર આ 8 મહાનગરોમાં જ રાત્રી કર્ફ્યુનો અમલ કરાશે.

આ અગાઉ ભુજ, મોરબી, પાટણ, મહેસાણા, ભરૂચ, નવસારી, વલસાડ, અંકલેશ્વર, વાપીમાં રાત્રી કર્ફ્યુનો અમલ હતો. જે હવે માત્ર આ આઠ મહાનગરો પૂરતી સીમિત કરી દેવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ લોકોમાં મોટી રાહત જોવા મળી રહી છે.

આ ઉપરાંત ધોરણ 9 થી પોસ્ટ ગ્રેજયુએટ સુધીના તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોચિંગ ક્લાસ 50 ટકા વિદ્યાર્થીઓ સાથે બેચ વાઇઝ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

કોરોના દૈનિક કેસોમાં ઘટાડો થતાં પ્રવર્તમાન પરિસ્થિતિની પુના:સમીક્ષા કરી કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કરવામાં આવ્યા છે. રાત્રી કર્ફ્યુ વિશે વાત કરીએ તો તારીખ 10 જુલાઇ 2021ના રાત્રે 10:00 વાગ્યાથી 20 જુલાઈ 2021ના સવારે 6:00 વાગ્યા સુધીનું રહેશે.

રાત્રી કર્ફ્યુનો સમય સાંજે 10:00 વાગ્યાથી 6:00 વાગ્યા સુધીનો રહેશે. આ ઉપરાંત કોર કમિટીની બેઠકમાંએ પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે, જે મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ છે. ત્યાં તમામ દુકાનો, વાણિજ્ય, માર્કેટિંગ યાર્ડ, સંસ્થાઓ, મોલ, લારી, ગલ્લા વગેરે રાત્રિના 9 વાગ્યા સુધી ચાલુ રહેશે.

આ ઉપરાંત રેસ્ટોરેન્ટ રાત્રીના 09:00 વાગ્યા સુધી બેસવાની ક્ષમતાના મહત્તમ 60 ટકા ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇન્સનું પાલન કરવાની શરતે નિયત S.O.Pને આધીન ચાલુ રખાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *