વેવાઈ-વેવાણ બાદ હવે સુરતની સગીરા પોતાના જ સગા જીજાજીને લઈ ભાગી ગઈ…

વેવાઈ-વેવાણ બાદ હવે સુરતની સગીરા પોતાના જ સગા જીજાજીને લઈ ભાગી ગઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ધોરણ-10માં ભણતી બહેને પોતાની જ મોટી બહેન સાથે દગો કર્યો છે. સચિન વિસ્તારમાં રહેતી નાની બહેન રોજ પોતાના જીજાજી સાથે વીડિયો કોલિંગ પર વાત કરતી હતી. તે દરમિયાન તેમની વચ્ચે સંબંધ બાંઘ્યો હતો.

ત્યારબાદ જીજાજી સુરત આવીને સગીરાને ભગાડી ગયા હતા. આખો દિવસ દીકરી ન દેખાતા માતા-પિતાએ શોધખોળ શરૂ કરી હતી. ત્યારબાદ જાણવા મળ્યું કે સાળી અને જીજાજી ભાગી ગયા છે. મોટી બહેનના બે બાળકો છે. હાલ તે ત્રણેય પિતાના ઘરે રહે છે.

આ ઘટના બાદ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે સાળી અને જીજાજીને બેંગલોરમાંથી પકડી પાડયા છે. સગીરાએ તેના સેંથામાં સિંદુર પણ કર્યું હતું. તેણે જણાવ્યું કે, તે પહેલા મારા જીજાજી હતા હવે તે મારા પતિ છે. આ સાંભળી પરિવારના તમામ સભ્યોના હોશ ઉડી ગયા હતા.

પોલીસે બંનેને બેંગ્લોરથી ઝડપી પાડયા હતા. ત્યારબાદ તે બંનેને સુરત લાવવામાં આવ્યા હતા. સગીરા દ્વારા જણાવવામાં આવ્યું કે, અમારી બંને વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાઈ ચૂક્યા છે. ત્યાર બાદ સગીરાની શારિરીક તપાસ માટે સુરત સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.

આ અંગે સગીરાનાં ભાઇએ જણાવ્યું કે, મોટી બહેનના બિહારમાં લગ્ન થયા છે. તેને બે બાળકો છે. જે દિવસે મારી નાની બહેન ગાયબ થઈ તે દિવસે મોટી બહેન નો ફોન આવ્યો અને તેણે કહ્યું કે તારા જીજાજી નાની બહેનને ભગાડી લઈ ગયા છે. જીજાજી એ જ બહેનને ફોન કરીને કહ્યું હતું કે, મેં તેરી બહેન કો, લે કે જા રહા હું.

જે બાદ મોટી બહેનના કહેવાથી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. 20 દિવસ પછી ફરીથી જીજાજીનો ફોન બહેન પર આવ્યો અને કહ્યું કે, અમે લગ્ન કરી લીધા છે. જે બાદ પોલીસે ફોનનું લોકેશન કાઢી તેને બેંગલોરમાંથી શોધી કાઢ્યા હતા. પોલીસે ત્યાં જઇને તે બંનેને સુરત લઈ આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *