અહીં 13 માળની બિલ્ડિંગમાં અચાનક આગ લાગતા 46 લોકોના થયા મોત… – જુઓ વીડિયો

આગ લાગવાની ઘટના અવાર નવાર સામે આવતી જ રહે છે. તેવી જ એક ઘટના હાલ તાઇવાન માંથી સામે આવી રહી છે. અહીં 13 માળની બિલ્ડિંગમાં અચાનક જ આગ લાગતા 46 લોકો બળીને ભડથું થઈ ગયા છે. આ બિલ્ડિંગમાં અચાનક આગ લાગતા લોકો જીવતા સળગી ગયા હોવાનું સામે આવ્યું છે.

આ સમાચાર આવ્યા બાદ આખા દેશમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે. તાઇવાનમાં ગુરુવારના રોજ 13 માળની બિલ્ડીંગમાં આગ લાગવાના કારણે 46 લોકો જીવતા ભૂંજાઇ ગયા હોવાના દુ:ખદ સમાચાર સામે આવી રહ્યા છે.

આગ એટલી બધી ભીષણ હતી કે લોકોને બિલ્ડીંગ માંથી બહાર નીકળવાનો સમય પણ નહોતો રહ્યો. આ ઘટના બાદ આખા તાઇવાનમાં શોકની લહેર પ્રસરી ગઈ છે. મળતી માહિતી મુજબ, 46 લોકો આ ભીષણ આગમાં હોમાઈ ગયા છે.

આ ભીષણ આગ લાગ્યા બાદ અનેક સવાલો ઉઠી રહ્યા છે કે આ આગ કોની બેદરકારીને કારણે લાગી હતી. તાઇવાનના કાઉશુંગ શહેરમાં વહેલી સવારે બિલ્ડીંગમાં આગ લાગી હતી જોકે આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી.

ઘટનાસ્થળની આસપાસના લોકોએ દાવો કર્યો છે કે આ ભીષણ આગ લાગ્યા પહેલા વિસ્ફોટનો અવાજ આવ્યો હતો. મળતી માહિતી મુજબ, મૃતકોની સંખ્યામાં હજુ પણ વધારો થઇ શકે છે. કારણ કે 41 લોકો ખૂબ જ ગંભીર રીતે દાઝી ગયા છે.

જુઓ વીડિયો :-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *