કોવિડ હોસ્પિટલમાં આગ લાગતા ઓછામાં ઓછા 50 લોકોના થયા મોત, અનેક લોકો થયા ધાયલ…

કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી જ રહે છે. આવી જ એક ઘટના ઈરાકની રાજધાની બગદાદ માંથી સામે આવી છે. બગદાદની એક હોસ્પિટલમાં રાત્રિના સમયે આગ લાગવાથી ઓછામાં ઓછા 50 લોકોના મૃત્યુ થયા છે. મળતી માહિતી મુજબ, આ આગ કોરોના વોર્ડમાં લાગી હતી.

ઈરાકની રાજધાની બગદાદમાં કોરોના સંક્રમિત થયેલા લોકોની સારવાર ચાલુ હતી. ત્યારે અચાનક જ હોસ્પિટલમાં આગ લાગતા ડઝનથી પણ વધુ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. ઘાયલ થયેલા લોકોની હાલત ખુબ જ ગંભીર છે. દક્ષિણ બગદાદમાં આવેલી અલી હુસૈન ટીચિંગ હોસ્પિટલમાં અકસ્માત સર્જાયો હતો.

રાત્રિના સમયે અચાનક જ આગ લાગતાં લોકોમાં ભારે હલચલ જોવા મળી હતી. અધિકારીઓનું કહેવું છે કે, મોટાભાગના લોકોના મોત આગથી દાઝી જવાને કારણે થયા છે. તેમણે વધુમાં જણાવતા કહ્યું કે, જે લોકો ઈજાગ્રસ્ત છે. તેની પણ હાલત ખૂબ જ ગંભીર છે. હોસ્પિટલમાં આગ લાગવાનું કારણ શોર્ટસર્કિટ હોય તેવું સામે આવ્યું છે.

આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ, ઓક્સિજન સિલિન્ડરમાં વિસ્ફોટ થવાને કારણે આગ લાગી હતી. પરંતુ હજી સુધી કોઈ તપાસ થઈ નથી અને સરકાર તરફથી પણ અધિકૃતિ નિવેદન બહાર પડ્યું નથી. હોસ્પિટલમાં ત્રણ મહિના પહેલા જ નવો વોર્ડ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં 70 બેડની કેપેસીટી હતી.

કોરોના વોર્ડમાં 63 દર્દીઓ દાખલ હતા. હોસ્પિટલના નિર્માણમાં જ્વલશીલ પદાર્થનો ઉપયોગ કર્યો હતો. જે આગને વધુ તેજથી ફેલાવવાનું કામ કરે છે. ઈરાકમાં આ વર્ષે બીજી આવી ઘટના બની છે કે જેમાં આટલી મોટી સંખ્યામાં દર્દીઓના મોત થયા હોય. એપ્રિલ મહિનામાં પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી. જેમાં 83 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.

આ દુર્ઘટના એ ફરી એક વખત ઈરાકની હોસ્પિટલોમાં સુરક્ષાના માપદંડોની પોલ ખોલી નાખી છે. દેશમાં કોરોનાના સતત વધતા કેસ વચ્ચે આ પ્રકારની દુર્ઘટનાઓ ગંભીર સવાલ પેદા કરે છે. મળતી માહિતી મુજબ કોરોના વોર્ડમાં 63 દર્દીઓ દાખલ હતા. જેમાથી ઓછામાં ઓછા 50 લોકોના મૃત્યુ થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *