ફક્ત એક હેક્ટર જમીનમાં ખેતી કરી કમાઈ શકો છો 10 લાખ રૂપિયા, જાણો કેટલો થશે ખર્ચ અને કઈ રીતે કરશો તૈયારી…

આ લેખમાં આપણે એક એવી ખેતી વિશે વાત કરવાના છીએ કે જેના દ્વારા તમે એક હેક્ટર માંથી 15 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકો છે. જો તમે પણ કોરોના કાળ દરમિયાન બિઝનેસ કરવા માંગો છો અને તમારી પાસે ખેતી કરવા માટે યોગ્ય જમીન છે. તો તમે પણ મામૂલી રકમ ખર્ચ કરીને 15 લાખ રૂપિયા કમાઇ શકો છો.

આપણે આજે આ લેખમાં ફુલોની ખેતી વિશે વાત કરવાના છીએ. તમને બધાને ખબર જ હશે કે ફૂલોનો ઉપયોગ સજાવટની સાથે દવા બનાવવા માટે પણ થાય છે. જો તમારી પાસે ખેતી લાયક જમીન છે. તો અમે તમને સજાવટ વાળા ફૂલોની સાથે દવાઓમાં ઉપયોગમાં લેવાતા ફૂલોની ખેતી પણ કરી શકો છો.

તમને જણાવી દઈએ કે, આજે માર્કેટમાં ફૂલોની કિંમત ખૂબ જ વધારે છે અને તેમાં પણ જે ફૂલોની દવા બને છે. તેની કિંમત તો આસમાને પહોંચી ગઈ છે. તેવામાં જે ફૂલોની દવા બને છે તેની ખેતી કરવામાં આવે તો ખૂબ જ લાભ થઈ શકે છે. તમે મામૂલી એવી રકમ ખર્ચ કરીને પણ આ ખેતી કરી શકો છો.

ફૂલો સજાવટમાં કામ આવવાની સાથે તેમાં વિટામિન સી પણ ભરપુર માત્રામાં હોય છે. જે રોગ પ્રતિકારક ક્ષમતાને વધારવામાં મદદ કરે છે. આ ઉપરાંત તેના રસનો ઉપયોગ કરવાથી ત્વચા સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓ દૂર થઈ જાય છે. ઘણા ગંભીર રોગોની દવા બનાવવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે.

ફૂલોમાં પણ જો ગલગોટાના ફૂલ ની ખેતી કરવામાં આવે તો તે વધારે ફાયદાનો સોદો છે. ગલગોટાના ફૂલના રસનો ઉપયોગ હૃદય રોગ, કેન્સર અને સ્ટ્રોકને રોકવામાં મદદગાર સાબિત થાય છે. આ ઉપરાંત ગલગોટા ના ફૂલ નો ઉપયોગ પરફ્યુમ અને અગરબત્તી પણ બનાવવામાં આવે છે.

જો તમારી પાસે એક હેક્ટર જમીન હોય તો તમે દર વર્ષે પાંચથી છ લાખ રૂપિયાની કમાણી કરી શકો છો. એક હેક્ટર ખેતીમાં દર અઠવાડિયે 3 ક્વિન્ટલ સુધી ફુલની ઉપજ થાય છે. ખુલ્લા બજારમાં તેના ફૂલની કિંમત 70 રૂપિયા પ્રતિ કિલો સુધી મળે છે એટલે કે દર અઠવાડિયે 20 હજાર રૂપિયા સુધીની આવક થાય છે.

તમને જણાવી દઈએ કે, દર વર્ષે ગલગોટાના ફૂલની ખેતી ત્રણ વખત કરી શકાય છે. તેને એક વખત લગાવ્યા બાદ બે વર્ષ સુધી ફુલનો પાક લઈ શકાય છે. વર્ષમાં એક હેક્ટર જમીનમાં લગભગ 1 લાખ રૂપિયાનો ખર્ચ આવે છે.

એક હેક્ટર ખેતકમાં ગલગોટાના ફૂલની ખેતી કરવા માટે 1 કિલો બીજની જરૂર પડે છે. આ વચ્ચે ગલગોટાની ફુલની નર્સરી તૈયાર કરવામાં આવે છે. ત્યાર બાદ ગલગોટાનો છોડ 4 પત્તાનો થાય ત્યાર બાદ તેની વાવણી શરૂ કરવામાં આવે છે. લગભગ 35-40 દિવસમાં ગલગોટામાં કળી આવવાની શરૂ થઈ જાય છે. આમ તમે સરળતાથી ગલગોટાની ખેતી કરી વધારે પૈસા કમાઇ શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *