જો તમારા પરિવાર માંથી કોઈનું મૃત્યુ થાય તો આ નિયમો ક્યારેય પણ ભૂલવા જોઈએ નહીં…

ગરુડ પુરાણ એક મહાન પુરાણ તરીકે માનવામાં આવે છે. ગરુડ પુરાણની અંદર વ્યક્તિના મૃત્યુ પછી શું કરવું જોઇએ. તેના વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે. ગરુડ પુરાણમાં મૃત પછી શરીર સાથે શું કરવું જોઈએ તેના નિયમો પણ આપવામાં આવ્યા છે.

સંસારમાં ઘણા બધા પુરાણો છે. પરંતુ ગરુડ પુરાણની અંદર વ્યક્તિનું જન્મથી લઈને મૃત્યુ સુધીનું અને મૃત્યુ પછીનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. લોકોને ધર્મના માર્ગ પર ચાલવાનું પણ ગરુડ પુરાણમાં સમજાવવામાં આવ્યું છે. આ ઉપરાંત મૃત્યુ પછી શરીર સાથે શું કરવું જોઈએ તે અંગેના નિયમો પણ આપવામાં આવ્યા છે.

ગરુડ પુરાણમાં મૃત્યુ પછી તે આત્માનું શું થાય છે. મૃત્યુ પછી મૃત શરીરનું શું થાય છે તે પણ સમજાવવામાં આવ્યું છે. ગરુડ પુરાણ વિષ્ણુની ભક્તિ તરફ લઈ જાય છે. જો તમારા પરિવારમાં કોઈનું મોત થાય તો ત્યારબાદ ગરુડ પુરાણના નિયમો અનુસાર તેની વિધિ કરવી જોઈએ.

સૂર્યાસ્ત પછી કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય તો તેમને અંતિમ સંસ્કાર આપવા જોઈએ નહીં. તેના માટે સવાર સુધી રાહ જોવી જોઈએ. તેના શરીરની આજુબાજુ લોકોએ રહેવું જોઈએ. જો આવું ન કરવામાં આવે તો તેની આત્માને શાંતિ મળતી નથી.

શાસ્ત્રો અનુસાર કોઈપણ વ્યક્તિના અંતિમ સંસ્કાર તેના પુત્ર અથવા તો પુત્રીના હાથેથી થવા જોઈએ. જો પુત્ર અને પુત્રી હાજર ન હોય તો તેની રાહ જોવી જોઈએ. જો તે વ્યક્તિને પુત્ર કે પુત્રી ન હોય તો તેના નજીકના સંબંધીઓ પણ તેના અંતિમ સંસ્કાર કરી શકે છે.

આવી જ રીતે જો તમારા પરિવારમાંથી કોઈનું મૃત્યુ થાય તો ગરુડ પુરાણ અનુસાર તેની અંતિમવિધિની કાર્યવાહી કરવી જોઈએ. જો વિધિસર રીતે અંતિમ સંસ્કાર કરવામાં આવે તો તેની આત્માને શાંતિ મળે છે. ગરુડ પુરાણને બધા પુરાણો માંથી સૌથી શ્રેષ્ઠ પુરાણ માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *