યુવતી ખોટો નંબર સમજીને વારંવાર કાપી રહી હતી ફોન, ઉઠાવ્યો તો થયો એવો ચમત્કાર કે….

મોબાઈલમાં ઘણી વખત અજાણ્યા નંબર પરથી કોલ આવતા હોય છે. ત્યારે આપણે તે કોલ ઉઠાવતા નથી. પરંતુ જો તમારા મોબાઇલમાં ટ્રુ કોલર્સ એપ ઇન્સ્ટોલ હોય તો તમને સરળતાથી ખબર પડી જાય છે કે તે કોલ સ્પામ છે કે નહીં.

પરંતુ ઘણી વખત સ્પામ કોલ આપણને હેરાન કરી દેતા હોય છે. તેથી આપણે અજાણ્યા કોલ ઉઠાવતા નથી. પરંતુ ઓસ્ટ્રેલિયામાં આવા સ્પામ કોલના ચક્કરમાં એક મહિલા કોરોડ રૂપિયાની લોટરી ચૂકી શકતી હતી.

ઘટના એવી બની હતી કે, ઓસ્ટ્રેલિયાની એક મહિલાને સતત અજાણ્યા નંબર પરથી કોલ આવી રહ્યો હતો. મહિલા તેને સ્પામ કોલ સમજીને વારંવાર કટ કરી દેતી હતી. પરંતુ એક વખત તેણે આ કોલને ઉઠાવ્યો તો બીજી તરફથી મળેલી ખુશી સાંભળીને સૌ કોઈ હેરાન રહી ગયા હતા.

મહિલાએ સ્પામ કોલ હોવાના શકમાં ઘણી વખત આવેલા આ ફોનને ઉપાડ્યો નહતો. પરંતુ જ્યારે તેણે કંટાળીને ફોન ઉપાડ્યો તો તેને ખબર પડી કે તેણે આશરે 1.5 મિલિયન ડોલર એટલે કે 11 કરોડથી વધુનો જેકપોટ જીત્યો છે.

મળતી માહિતી મુજબ, મહિલાને લોટરી લાગી હતી. તે પણ 11 કરોડ રૂપિયાથી પણ વધારે રકમની. મહિલા તસ્માનિયાના લાઉન્સેસ્ટનની રહેનારી છે. લોટરી જીત્યા બાદ તેણે કહ્યું કે, તે ફોન ઉઠાવવાથી બચી રહી હતી કારણ કે તે આ નંબરથી જાણતી ન હતી. આથી તેને સ્પામ કોલ સમજી રહી હતી.

મહિલાએ કહ્યું કે, હું ક્યારેય પણ આવા નંબરોથી આવેલા ફોનનો જવાબ આપતી નથી કારણ કે મને હંમેશા લાગે છે કે શરારતી લોકો જ ફોન કરીને લોકોને હેરાન કરતા હોય છે. પરંતુ મને આ નંબર પરથી વારંવાર ફોન આવતા હતા આથી મને લાગ્યું કે તેનો જવાબ આપુ અને જોઉં કે આ શેના માટે છે.

લોટરી જતનારી મહિલાને ફોન પર કહેવામાં આવ્યું કે, તેણે 31 જુલાઈના ટેન્ટસલોટ્ટો ડ્રોઈંગમાં 1.47 મિલિયન ડોલરનો જેકપોટ જીત્યો છે. લોટરીની ટિકિટ વેસ્ટબરીમાં ફેસ્ટિવલ વેસ્ટબરી લોટ્ટો આઉટલેટમાંથી આ ટિકિટ ખરીદવામાં આવી હતી.

મહિલાએ કહ્યું કે, તે અને તેનો પરિવાર આ મળનારા પૈસાથી ઘણું બધુ કરવાની યોજના બનાવી રહ્યો છે. સૌથી પહેલા તે પોતાના બિલોની ચૂકવણી કરશે અને કેટલાંક પૈસાનું રોકાણ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *