રેશનકાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર, જલ્દીથી કરી લેજો આ કામ નહી તો બ્લોક થઈ જશે રેશનકાર્ડ…
રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ અંતર્ગત ગરીબોને વિનામૂલ્યે અનાજ ઉપલબ્ધ કરવામાં આવે છે. જો કે, છ મહિનાથી વધારે સમયથી અનાજ ન લેવામાં આવ્યું હોય તેવા રેશનકાર્ડને હવે બ્લોક કરી દેવામાં આવ્યા છે. ખાદ્ય અને નાગરિક આપૂર્તિ વિભાગે આવા રેશનકાર્ડને સાઇલન્ટ કેટેગરીમાં નાખી દીધા છે.
તેનો મતલબ એવો છે થયો કે છ મહિનાથી વધારે સમય અનાજ લેવામાં નહી આવે તેવા રેશન કાર્ડ બ્લોક થઈ જશે. સમગ્ર ગુજરાતમાં આવા બે લાખથી પણ વધારે રેશન કાર્ડ બ્લોક કરી દેવામાં આવ્યા છે. હવે આવા રેશનકાર્ડ ધારકોને ઈ-વેરિફિકેશન કરાવવું પડશે.
કોરોના કાળને કારણે ગરીબોને નિ:શુલ્ક અનાજ તરીકે ચણા, ઘઉં, ચોખા સહિતના અનાજ વ્યાજબી ભાવની દુકાનો પરથી વિતરણ કરવામાં આવી રહ્યા છે. એક તરફ સરકાર નિ:શુલ્ક અનાજ ઉપલબ્ધ કરાવી રહી છે. જ્યારે બીજી તરફ લોકો નિ:શુલ્ક અનાજ લેવા માટે આવી રહ્યા નથી.
જોવા આવા કાર્ડ ધારકો ટૂંક સમયમાં ઈ-વેરિફિકેશન નહીં કરાવે તો તેમને નો-એનએફએસસી શ્રેણીમાં તબદીલ કરી દેવામાં આવશે. રાજ્યના ખાદ્ય તેમજ નાગરિક આપૂર્તિ વિભાગે તેવા રાશનકાર્ડ ધારકો ને શોધી કાઢ્યા છે જેમણે છ મહિનાથી મફત અનાજ લેવા માટે આવ્યા નથી.
બે લાખથી પણ વધારે રાશન કાર્ડ ધારકો મફત અનાજ લેવા માટે ન આવતા હવે સવાલએ થઈ રહ્યો છે કે ગરીબ મફતનું અનાજ લેવા માટે તૈયાર કેમ નથી. એવામાં રાજ્યના ખાદ્ય તેમજ નાગરિક આપૂર્તિ વિભાગે કલેકટર અને જિલ્લાના આપૂર્તિ અધિકારીઓને 31 ઓગસ્ટ સુધીમાં આવા રાશન કાર્ડ ધારકોને શોધી કાઢવા નિર્દેશ આપ્યા છે.
હાલના સમયમાં રાજ્યમાં જે કાર્ડધારકો છ માસથી વધારે સમયથી મફત લે માટે આવ્યા નથી. તેમના રાશન કાર્ડને ડિસેબલની યાદીમાં નાખી દેવામાં આવ્યા છે. જે ટૂંક સમયમાં બ્લોક થઈ જશે. જો કે આના વિશે કોંગ્રેસે કહ્યું કે, રાશન કાર્ડ હોવા છતાં ત્રણ લાખ ગુજરાતી પરિવારોએ મફતનું અનાજ ન લઇને પોતાની ખુદ્દારી વ્યક્ત કરી છે.