બે બાળકોના જન્મ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ, અને જો અંતર ન રાખવામાં આવે તો શું થઈ શકે છે નુકસાન, જાણો અહીં…

કોઈપણ વિવાહિત કપલ માટે માતા-પિતા બનવું તેમના જીવનનો સૌથી સુંદર સમય હોય છે. અમુક કપલ એક જ બાળકની સાથે આખી જિંદગી પસાર કરે છે, તો અમુક કપલ બે બાળકો સાથે જિંદગી પસાર કરવાની ઇચ્છા ધરાવે છે. ત્યારે એવો સવાલ ઊભો થાય છે કે પહેલા બાળકના જન્મ બાદ બીજા બાળકના જન્મ વચ્ચે કેટલું અંતર રાખવું યોગ્ય છે.

જો બંને બાળકોના જન્મ વચ્ચેનું અંતર યોગ્ય રાખવામાં આવે તો પરિવારનું પાલન-પોષણ યોગ્ય રીતે થઇ શકે છે. વળી માતા-પિતા અને બાળકને પણ કોઈપણ પ્રકારની પરેશાની ન થાય. આપણે આજે આ આર્ટિકલમાં જોઈશું કે બે બાળકોના જન્મ વચ્ચે કેટલું અંતર રાખવું જોઈએ.

એક અભ્યાસ મુજબ, જો તમે પહેલા બાળક બાદ બીજા બાળક વિશે વિચારી રહ્યા છો તો ઓછામાં ઓછું તમારે દોઢ વર્ષથી બે વર્ષ સુધીનું અંતર રાખવું જોઈએ. જો તમે તે પહેલાં બીજા બાળક વિશે વિચારવા લાગો છો તો તેનાથી તમારા નવજાત બાળકનું વજન ઓછું થઈ શકે છે.

આ ઉપરાંત બીજું બાળક સમય પહેલા પણ જન્મ લઈ શકે છે. તે સિવાય પહેલા બાળક ઉપર પણ તેની અસર થાય છે. હકીકતમાં એક સાથે બે નાના બાળકોનું પાલન પોષણ કરવું તમને પરેશાની માં મુકી શકે છે. ફક્ત તમારા બંને બાળકો પર જ નહીં પરંતુ માતા-પિતા ઉપર પણ તેની ખરાબ અસર થાય છે.

જો બંને બાળકોને જન્મ વચ્ચેનું અંતર ઓછું રાખવામાં આવે તો એક સાથે તમારા ઉપર ઘણી બધી વધારાની જવાબદારીઓ આવી જાય છે. જેના કારણે માતા-પિતા હંમેશા તણાવમાં રહે છે. જો તમે એક વર્ષથી ઓછા સમયની અંદર બીજા બાળકનું પ્લાનિંગ કરો છો તો તમારી ડિલિવરીમાં પણ ખતરો વધી શકે છે. તેની સાથે જ ઘણી મોટી બિમારીઓથી પણ ઘેરાઈ શકો છો.

એક અભ્યાસ મુજબ, માં નો જીવ જવાનો ખતરો પણ વધી જાય છે. હકીકતમાં પહેલી ડિલિવરીમાં લગાવવામાં આવેલ ટાંકા જો યોગ્ય રીતે સુકાયેલા નથી તો બીજી વખત થયેલ ડિલિવરીમાં ખુલી જવાની સંભાવના રહે છે. તેવામાં તમારે કોશિશ કરવી જોઈએ કે બીજા બાળકનું પ્લાનિંગ બે વર્ષ બાદ કરો.

પહેલા બાળકના જન્મ બાદ માતા પિતાએ અંદાજે બીજા બાળકને જન્મ આપવા માટે ઓછામાં ઓછું 18 થી 23 મહિનાનું અંતર રાખવું જોઈએ. આવું કરવાથી માં અને પહેલા બાળકની સાથે બીજા બાળકનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને ત્રણ માંથી કોઈને પણ ખતરો રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *