છેલ્લા 24 કલાકની અંદર કોરોના સંક્રમણના નવા કેસોમાં ધરખમ વધારો થતાં તંત્રનું ટેન્શન વધ્યું…

કોરોના વાયરસના કેસોમાં ઘટાડો થતાં લોકોમાં રાહત જોવા મળી હતી. પરંતુ હવે ફરી એક વખત કોરોનાના કેસોમાં વધારો થયો છે. ચીનથી શરૂ થયેલ કોરોનાવાયરસે સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે કોરોનાની ત્રીજી લહેર આવે તેવી સંભાવનાઓ પણ લગાવવામાં આવી રહી છે.

સ્વાસ્થ્ય મંત્રાલય જાહેર કરેલા આંકડા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન 43 હજાર 654 નવા કેસો નોંધાયા છે. જેમાંથી અડધાથી પણ વધારે કેસો ફક્ત કેરળના છે. જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન 640 લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે. આ આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે.

જોકે રાહતની વાત એ છે કે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ચાર લાખથી નીચે બની રહી છે. હાલમાં દેશમાં કોરોનાના 3 લાખ 99 હજાર 436 એક્ટિવ કેસ છે. આ ઉપરાંત ગત 24 કલાક દરમિયાન કોરોનાથી 41 હજાર 678 લોકો સાજા પણ થયા છે.

દેશભરમાં અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 4 લાખ 22 હજારથી પણ વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે 3 કરોડ, 6 લાખ 63 હાજર 147 લોકો કોરોનાને માત આપી સાજા થયા છે. દેશમાં કોરોનાથી સાજા થનારાનો દર હાલમાં 97.39 ટકા પર પહોંચી ગયો છે.

દેશમાં કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે. જેમાંથી અડધાથી પણ વધારે કસો તો માત્ર એક જ રાજ્યમાં વધી રહ્યા છે. મંગળવારે કેરળમાં કોરોનાના 22 હજાર 129 નવા કેસો સામે આવ્યા છે. છેલ્લા 51 દિવસમાં પહેલી વાર કોઈ રાજ્યમાં કોરોનાના 20 હજારથી વધારે નવા કેસ એક દિવસમાં સામે આવ્યા છે.

કેરળમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે તંત્રની ચિંતામાં પણ વધારો થઈ રહ્યો છે. કેરળમાં કોરોના સંક્રમણના નવા રેકોર્ડ તોડ કેસો આવતા ફરી ટેન્શન વધ્યું છે. મળતી માહિતી મુજબ, છેલ્લા 24 કલાક દરમિયાન કેરળમાં 156 લોકોના કોરોનાથી જીવ ગયા છે. જે આંકડો ચિંતાજનક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *