કોરોના બાદ હવે આ જીવલેણ વાયરસે ઉચક્યું માથું, ચીનમાં થયું પ્રથમ મોત…

કોરોનાવાયરસે સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. હજી પણ તેની જપેટમાં અનેક લોકો આવી રહ્યા છે. ચીનથી શરૂ થયેલા કોરોના વાયરસ દુનિયાભરમાં ફેલાયો છે. તેનાથી લાખો લોકોના મૃત્યુ થઈ ચૂકયા છે. ત્યારે ચીન માંથી વધુ એક વાયરસ સામે આવ્યો છે. જેનાથી એક ડોક્ટરનું મોત નિપજ્યું છે.

ચીનમાંથી વધુ એક જીવલેણ વાયરસ સામે આવ્યો છે જેનું નામ મંકી બી છે. આ વાયરસથી ચીનમાં પ્રથમ દર્દીનું મોત થયું છે. આ વાયરસ વાંદરાઓ માંથી ફેલાય છે. મંકી બી વાઈરસની જપેટમાં આવતા એક પ્રાણીઓના ડોક્ટરનું મોત નિપજ્યું છે.

આ વાયરસ એટલો ખતરનાક છે કે તેનો અંદાજ લગાવી શકાય છે કે એનાથી સંક્રમિત થતાં લોકોનો મૃત્યુદર 70થી 80 ટકા છે. એક અહેવાલ મુજબ જાણવા મળ્યું છે કે, મંકી બી વાયરસથી પ્રાણીઓના એક ડોક્ટરનું મોત થયું છે. જોકે આ ડોક્ટરના સંપર્કમાં આવેલા તમામ લોકો હાલ સુરક્ષિત છે.

53 વર્ષીય ડોક્ટર કે જે ઈન્સ્ટીટયૂટમાં નોન હ્યુમન પ્રાઈમેન્ટ્સ પર રિસર્ચ કરી રહ્યા હતા. ગત માર્ચમાં તેમણે બે મૃત વાંદરાઓ પર રિસર્ચ કર્યું હતું. ત્યારે તેને જાણવા મળ્યું હતું કે ઉબકા અને ઊલટીના શરૂઆતના લક્ષણો જોવા મળ્યા હતા.

મળતી માહિતી મુજબ સંક્રમિત ડોક્ટરને ઘણી હોસ્પિટલોમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. પરંતુ 27 મેના રોજ તેનું મોત નીપજ્યું હતું. મંકી બી વાયરસ સામાન્ય રીતે વ્યસક મેકાક વાંદરાથી ફેલાય છે. આ ઉપરાંત ડુક્કરની પૂંછડીવાળા મેકાક અને લાંબી પૂંછડી વાળા મેકાકથી પણ આ વાયરસ ફેલાય છે.

મળતી માહિતી મુજબ, આ વાયરસ અત્યાર સુધી ભારતના વાંદરા માં નથી આવ્યો. જે કોઈ મનુષ્ય આ વાયરસથી સંક્રમિત થાય તો તેને ન્યુરોલોજિકલ બીમારી અથવા મગજ સાથે સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે. સમયસર સારવાર કરવાથી બીમારી દૂર થઇ શકે છે.

રિપોર્ટ મુજબ, આ વાયરસથી સંક્રમિત વ્યક્તિઓને સમયસર સારવાર ન મળે તો લગભગ 70 ટકા દર્દીઓના મૃત્યુ થઇ શકે છે. તમને જો કોઈ વાંદરાએ બટકું ભર્યું હોય કે નખ માર્યા હોય તો તે બી વાયરસનું કેરિયર હોય, તો તમને આ વાઇરસનો ચેપ લાગી શકે છે. તેથી તમારે તરત સારવાર લેવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *