દેશમાં કોરોનાએ પકડી રફતાર, સતત છઠ્ઠા દિવસે 40 હજારથી વધુ કેસ, મોતનો આંકડો ચિંતાજનક…

દેશમાં સતત છઠ્ઠા દિવસે 40 હજારથી વધારે કોરોના કેસ રેકોર્ડ થયા છે. જેને કારણે તંત્રની ચિંતા વધી છે. દેશમાં સૌથી વધારે કેસ કેરળ માંથી સામે આવી રહ્યા છે. કેરળમાં અનિયંત્રિત સ્થિતિના કારણે કેસોમાં વધારો થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. દેશભરમાં ત્રીજી લહેરની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી સોમવારના રોજ કોરોનાના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા હતા. તે પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 40,134 નવા કેસ સામે આવ્યા છે. તો આ દરમિયાન 422 લોકોના મોત પણ થયા છે.

છેલ્લા 24 કલાક દરમિયાન 36,946 લોકોએ કોરોનાને માત આપી છે. દેશમાં હાલ 4,13,718 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 3,08,57,467 લોકો કોરોનાને માતા આપી ઘરે પરત ફર્યા છે. તેમજ 4,24,773 લોકોના કોરોનાથી મોત થઈ ચૂક્યા છે.

છેલ્લા 24 કલાકમાં એક્ટિવ કેસોની સંખ્યામાં 2766 કેસોનો વધારો થયો છે. જે બાદ દેશમાં કોરોના સંક્રમણના કુલ કેસ 3,16,95,958 થઈ ગયા છે. દેશભરમાં લોકોને અત્યાર સુધીમાં 47,22,23,639 કરોડથી પણ વધારે ડોઝ આપવામાં આવ્યા છે, જેમાંથી છેલ્લા 24 કલાકમાં ફક્ત 17,06,598 ડોઝ આપવામાં આવ્યા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને ખાનગી હૉસ્પિટલોની પાસે અત્યારે પણ કોરોના રસીના 3 કરોડથી વધારે ડોઝ ઉપલબ્ધ છે. રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોને તમામ સ્ત્રોતોથી અત્યાર સુધીમાં 49,49,89,550 ડોઝ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

આ ઉપરાંત ICMRએ જણાવ્યું કે, દેશમાં રવિવારના રોજ 14,28,984 સેમ્પલ્સનું ટેસ્ટિંગ થયું. અત્યાર સુધી દેશમાં 46,96,45,494ની તપાસ થઈ ચૂકી છે. જે માંથી 3,16,95,958 કોરોના પોઝિટિવ કેસો સામે આવ્યા છે.

દેશમાં સૌથી વધારે કેસ કેરળ માંથી સામે આવી રહ્યા છે. કેરળમાં છેલ્લા છ દિવસથી સતત 20 હજારથી વધારે કેસો સામે આવી રહ્યા છે. જેને કારણે કેરળ સરકારની ચિંતામાં વધારો થયો છે. રાજ્યમાં 27 જુલાઈથી અત્યાર સુધી સંક્રમણના 1,28,373 કેસો સામે આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *