તાંબાના પત્રમાં લખી લેજો હવામાન વિભાગની આ તોફાની આગાહી, આગામી 48 કલાક ગુજરાતના વિસ્તારોને ધમરોળશે વરસાદ…

હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આજે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. એટલું જ નહીં અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે. આગામી 48 કલાક વિધિવત રીતે રાજ્યમાં દસ્તક દેશે. ચોમાસાની શરુઆત ગાજવીજ સાથે રહેશે.

11 જૂન ના રોજ સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર, હવેલી, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

12 જૂને નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 13 જૂને નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

14 જૂને સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 15 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ગીર સોમનાથમાં આગાહી કરવામાં આવી છે.

16 જૂને નવસારી, વલસાડ ,દમણ ,દાદરા નગર હવેલી, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે એમ પણ જણાવ્યુ છે કે, મંગળવારે દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટાછવાયા સ્થળો પર હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં હાલ વરસાદી માહોલ છવાયો છે. ગત રવિવારે ગુજરાતના 72 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ તાપીના ડોલવણમાં પોણા 4 ઈંચ જેટલો વરસાદ (90 એમએમ) નોંધાયો હતો. ત્યારે હવામાન વિભાગે આજની આગાહીમાં જણાવ્યુ છે કે, રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદ પડશે. આ સાથે તેમણે જણાવ્યુ કે, આગામી 48 કલાકમાં ગુજરાતમાં ચોમાસું દસ્તક આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *