દક્ષિણ ગુજરાતમાં 50 કિ.મીની ઝડપે પવન ફૂંકાશે, આ જિલ્લાઓમાં પડશે ધોધમાર વરસાદ…
હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. વરસાદની સાથે 50 કિ.મીની ઝડપે પવન ફૂંકાશે. ડાંગ, નવસારી અને વલસાડમાં ધોધમાર વરસાદ પડી શકે છે.
રાજ્યમાં હળવોથી સામાન્ય વરસાદ યથાવત રહેશે. આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવાની સૂચનાઓ આપવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અનેક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ પડતા લોકોની મુશ્કેલીઓ વધી છે.
તેવામાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે, રાજ્યમાં વરસાદ યથાવત રહેશે. પરંતુ મોટાભાગના જિલ્લાઓમાં હવે હળવો વરસાદ પડશે. ભારે વરસાદની કોઈ સંભાવના નથી.
દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે. વરસાદની સાથે 50 કિ.મીની ઝડપે પવન ફૂંકાશે. જોકે અહીંયા પણ ભારે વરસાદ નહીં પરંતુ હળવો અથવા મધ્યમ વરસાદ પડશે. આ આગાહી બાદ વહિવટી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે.
બંગાળની ખાડીમાં લો પ્રેશરને કારણે વરસાદી માહોલ જોવા મળશે. પરંતુ હવામાન વિભાગનું કહેવું છે કે, લો પ્રેશરની અસર ગુજરાતમાં આ વખતે ઓછી રહેશે. અમદાવાદમાં પણ સામાન્ય વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં પડશે. જેમાં સુરત, નવસારી, વલસાડ વગેરેમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદી માહોલ યથાવત રહેશે. પરંતુ અહીંયા સામાન્યથી હળવો વરસાદ પડશે. જેના કારણે ખેડૂતોમાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.