નેતાઓ ખુલ્લે મોઢે રેલીઓ કાઢે ત્યારે કેમ પાસા એક્ટ નથી લગાવતા : ગુજરાત હાઇકોર્ટે કરી લાલઆંખ…

ગુજરાત હાઇકોર્ટે સરકારને વધુ એક ફટકાર લગાવી છે. આ વખતે તો ગુજરાત હાઈકોર્ટે જાણે સરકાર સામે લાલઆંખ કરી હોય તેવી રીતે કડક શબ્દો કહ્યા છે. માસ્ક ન પહેરનાર પર પાસાનો કાયદો લગાવતા હાઈકોર્ટે સરકારને લાલઆંખ દેખાડી છે.

સમગ્ર મામલા વિશે વાત કરીએ તો મેડિકલ સ્ટોરના એક વેપારી વિરુદ્ધ માસ્ક ન પહેરવાના મામલે પાસા કાયદા હેઠળ ગુનો દાખલ કર્યો હતો. જે બાદ વેપારીએ તેના પરથી પાસા કાયદો હટાવવા માટે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી.

સમગ્ર મામલો કોર્ટ સુધી પહોંચતા ગુજરાત હાઇકોર્ટે સરકારને ઉધડી લીધી હતી. મેડિકલ સ્ટોરના વ્યક્તિ પર પાસા એક્ટ લગાડતા કોર્ટે કહ્યું કે, રાજકીય નેતાઓ માસ્ક વગર રેલીઓ કાઢે છે. ત્યારે તો તમે પાસા કાયદો નથી લગાવતા.

હાઈકોર્ટે કહ્યું કે, નેતાઓ ખુલ્લે મોઢે રેલીઓ કરે છે. ત્યાં કેમ પાસા કાયદાનો ઉપયોગ થતો નથી. વિચાર કરો આપણે બધા કેવા કાયદા વચ્ચે જીવીએ છીએ. નિયમો બધા માટે એક સરખા જ હોવા જોઈએ.

સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો, અમદાવાદના એક મેડિકલ સ્ટોરના વ્યક્તિ પર પાસા કાયદો લગાવવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલો ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચતા હાઈકોર્ટે સરકારને ઉધડી લીધી હતી.

હાઈકોર્ટે સરકારને કહ્યું કે, રાજકીય નેતાઓને માસ્ક ન પહેરવા બદલ પાસા કાયદો લગાવો. નેતાઓ ખુલ્લે મોઢે રેલીઓ કરે છે. ત્યારે કેમ પાછા કાયદો લગાવવામાં આવતો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *