આજે સૌરાષ્ટ્રમાં પડશે ધોધમાર વરસાદ, હવામાન વિભાગે કરી મોટી આગાહી જાણો લેજો નહીં તો ભરાઈ જશો…

તરઘડિયા હવામાન વિભાગ દ્વારા આજનું બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં આજે 5mmથી 7 mm સુધી વરસાદ પડવાની શક્યતા છે. તેમજ સાથે પવનની ઝડપ પણ વધુ રહેશે. જામનગર જિલ્લામાં આગામી તારીખ 11 થી 12 દરમિયાન  ગરમ અને મધ્ય વાદળછાયુ હવામાન રહેવાની શક્યતા છે તેમજ  છૂટાછવાયા વિસ્તારમાં હળવા વરસાદ અથવા ઝાપટા પડવાની શક્યતા છે.

અમરેલી જિલ્લામાં 15 મીમી વરસાદ પડવાની શક્યતા છે. 11 તારીખના રોજ વરસાદ પડવાની શક્યતા છે. પવનની ઝડપ પ્રતિ કલાકે 124 કિમીની રહેશે. અમરેલી જિલ્લામાં આગામી તારીખ 11 થી 12 દરમિયાન સુકુ ગરમ અને વાદળછાયુ હવામાન લેવાની શક્યતાઓ છે.

મોરબી જિલ્લામાં પવનની ઝડપ પ્રતિ કલાકે 24 કિમીની રહેવાની શક્યતા છે. મોરબી જિલ્લામાં આગામી 11થી 12 દરમિયાન સૂકું ગરમ અને અશાંત થી મુખ્યત્વે વાદળછાયો વાતાવરણ રહેવાની શક્યતાઓ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પવનની ઝડપ પ્રતિ કલાકે 245 કિમીની રહેવાની શક્યતા છે. તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 11 થી 12  દરમિયાન સુકુ અને વાદળછાયુ હવામાન રહેવાની શક્યતા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં પવનની ઝપડ પ્રતિ કલાકે 22ની રહેવાની શક્યતા છે. 11 થી 12 દરમિયાન ગરમ સૂકું અને વાદળછાયું હવામાન રહેવાની શક્યતાઓ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *